મોટોરોલાના સૌથી પોપ્યુલર G સીરીઝના આગામી ફોનનો ફોટો અને ફીચર લીક

લેનોવોની કંપની મોટોરોલાએ હાલમાં જ Moto G4 અને Moto G4 પ્લસ લોન્ચ કર્યા છે. હવે તેના આગામી પાર્ટ મોટો જી5 અને મોટો જી5 પ્લસની તસ્વીરો ઓનલાઇન લીક થઈ ગઈ છે. મોટો જી5 માર્ચ મહિનામાં લોન્ચ થશે એવી આશા રાખવામાં આવી રહી છે.

મોટો જી5, 3જીબી રેમ અને 32જીબી ઇન્ટર્નલ સ્ટોરેજ અને 2જીબી રેમ અને 16જીબી ઇન્ટર્નલ સ્ટોરેજવાળા બે વેરિયન્ટમાં આવી શકે છે. જેની કિંમત ક્રમશ: 13,499 રૂપિયા અને 10,000 રૂપિયા હોઈ શકે છે. જ્યારે મોટો જી5 પ્લસ 4જીબી રેમ અને 32જીબી ઇન્ટર્નલ સ્ટોરેજવાળા વેરિયન્ટની કિંમત 15,999 રૂપિયા હોઈ શકે છે.

લિક્સ અને રુમર્સથી જાણવા મળ્યું છે કે મોટો જી5માં સ્નેપડ્રેગન 652, 1.8 ગીગાહર્ડ્ઝ ઓક્ટા પ્રોસેસર છે સાથે જ તે એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો પર કામ કરશે. ફોનના ઇન્ટર્નલ સ્ટોરેજમાં મેમરી કાર્ડથી 128 જીબી સુધીનો સંગ્રહ વધારી શકાય છે.

આ ફોન ડ્યુઅલ સીમવાળ છે જેમાં 5.5 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે છે જેમાં ગોરિલા ગ્લાસ સાથે આવી શકે છે. લીક થયેલી ખબર પ્રમાણે એની પાછળની બાજુ LED ફ્લેશ સાથે 13 મેગાપિક્સલ અને સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો કેમેરા હોઈ શકે છે. ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ક્વીક ચાર્જવાળી 3500 એમએએચની બેટરી હોઈ શકે છે.

You might also like