ભારત અને બીજા દેશોમાં આવી રીતે ઊજવાય છે Mother’s Day

દુનિયામાં અલગ અલગ રીતે મધર્સ ડે ઊજવવામાં આવે છે. ભારતમાં 14 મેના રોજ મધર્સ ડે ભજવે છે. આ દિવસે લોકો પોતાની માતાને ભેટ આપે છે. અને એમની સાથે સમય પસાર કરે છે પરંતુ શું તમે જાણો છો કે મધર્સ ડે કયાં દેશમાં ક્યારે અને કેવી રીતે ઊજવવામાં આવે છે. આજે અમે તમને જણાવીએ છીએ અલગ અલગ દેશોમાં કેવી રીતે મધર્સ ડે ઊજવવામાં આવે છે.

1. મેક્સિકો
મેક્સિકોમાં મધર્સ ડે ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. આ દિવસે અહીંની દરેક રેસ્ટોરન્ટમાં ખૂબ જ ભીડ હોય છે, ફૂલ, મ્યૂઝિક અને ફૂડની સાથે આ દિવસને ઊજવવામાં આવે છે.

2. ભારત
મે મહિનાના બીજા સપ્તાહમાં ભારતમાં મધર્સ ડે ઊજવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાની મા ને ગિફ્ટ્સ અને કાર્ડ્સ આપે છે.

3. જાપાન
જાપાનનામ મધર્સ ડે ‘હાહા ના હાઇ’ થી જોડાયેલો છે જે મહારાની કૌજનનો જન્મદિવસ છે. હવે અહીંયા મે મહિનાના બીજા રવિવારના રોજ ઊજવવામાં આવે છે.

4. થાઇલેન્ડ
થાઇલેન્ડમાં મધર્સ ડે રાની સિરીકિતના જન્મદિવસ પર 12 માર્ચે ઊજવવામાં આવે છે. આ દિવસ પર પરેડ કરવામાં આવે છે. આ ઉપરાંત જેસમીનના ફૂલો ભેટમાં આપવામાં આવે છે.

5. રશિયા
પહેલા સોવિયત યૂનિયનમાં માં નું સમ્માન 8 માર્ચે ઇન્ટરનેશનલ વુમન્સ ડે પર કરવામાં આવતું હતું પરંતુ બાદમાં નવેમ્બરના છેલ્લા રવિવારે એની શરૂઆત થઇ. કહેવામાં આવે છે કે મોટાભાગના લોકો માર્ચમાં જ પોતાની માતાને ભેટ આપે છે.

You might also like