માતાનો મૃતદેહ બેડ પર અને દીકરીની લાશ સ્ટોરેજમાં ચટાઈથી બાંધેલી મળી

મુંબઈઃ ભાયન્દરના એક ફ્લેટમાંથી ગઈ કાલે માતા પુત્રીના મૃતદેહો મળી અાવ્યા છે. બંધ ઘરમાંથી અસહ્ય દુર્ગંધ અાવતી હોવાથી પડોશીઅોઅે પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળે અાવીને બંને ડેડ બોડીને પોતાના તાબામાં લીધી છે. ડેડ બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલાઈ છે. તેનો રિપોર્ટ અાવ્યા બાદ વધુ માહિતી મળી શકશે. ડેડ બોડી ચારેક દિવસ પહેલાની હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. અા બંનેનું મર્ડર થયું હોવાની પોલીસને અાશંકા છે. માતાની ડેડ બોડી બેડ પર પડી હતી જ્યારે પુત્રીની બેડના સ્ટોરેજ સાથે ચટાઈથી બાંધેલી હતી.

૨૯ વર્ષીય દીપિકા સંઘવી તેની ૮ વર્ષની દીકરી હેતલ સાથે ભાઈન્દરના ગોલ્ડન નેસ્ટ વિસ્તારમાં અાવેલા સોનમ સરસ્વતી બિલ્ડિંગના ચોથા માળે રહે છે. દીપિકા તેના પતિથી અલગ રહે છે અને પતિ સાથેની ડિવોર્સ પ્રક્રિયા ચાલુ છે. જો કે મર્ડર કેસની તપાસમાં પતિનો હાથ ન હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. પોલીસની નજર હવે ફેમિલી ફ્રેન્ડ પર છે.

થાણે રૂરલ ડીઅેસપી ડો. મહેશ પાટેલે જણાવ્યું કે માતા દીકરી બંનેને કોઈક વસ્તુ વડે માથામાં ઘા મારવામાં અાવ્યા છે.
પોલીસ અધિકારી જ્યારે પંચનામું કરતા હતા ત્યારે દીપિકાની ડેડ બોડી બેડ પરથી મળી અાવી ત્યાર બાદ તીવ્ર દુર્ગંધ અાવતાં તપાસ કરતાં દીકરીની ચટાઈથી બાંધેલી ડેડ બોડી બેડના સ્ટોરેજમાંથી મળી અાવી હતી. જો દુર્ગંધ વિશે વ્યવસ્થિત ધ્યાન અપાયું ન હોત તો હેતલની ડેડ બોડી િવશે તરત જાણવા મળ્યું ન હોત. દીપિકાની હત્યા તેના પરિવારની કોઈ અોળખીતી વ્યક્તિઅે કરી હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે મર્ડર કરનારી વ્યક્તિ કોઈ અોળખીતી હશે તેથી જ તેને ઘરમાં સહેલાઈથી પ્રવેશ મળ્યો હશે.

http://sambhaavnews.com/

You might also like