જુઓ ક્રૂર માતાનો આ વીડિયો, અઢી વર્ષના પુત્રને દાદરા પરથી નીચે ફેક્યો

દિલ્હીઃ કહેવાય છે કે પુત કપૂત થાય, પરંતુ માતા કુમાતા ક્યારે પણ ન થાય. મા પોતાના સંતાન માટે કાંઇ પણ કરી છૂટવા તૈયાર થઇ જાય છે. પરંતુ આજે અમે અહીં એક એવી માતાનો વીડિયો તમને દર્શાવવા જઇ રહ્યાં છે કે જેની ક્રૂરતા જોઇને તમને ચોક્કસથી તેની પર ગુસ્સો આવશે. એક એવી ક્રૂર માતા કે જેણે પારિવારીક ઝગડામાં નિર્દોષ બાળકને ઘરના દાદારા પરથી નીચે ફેકી દીધો.

માતાની આ ક્રૂરતા સીસી ટીવી ફૂટેજમાં કેદ થઇ ગઇ છે. દિલ્હીમાં પારિવારીક ઝગડાનો ભોગ માસુમ પુત્ર બન્યો. નિર્દોષ બાળક કે જે માતાના ખોળાને શોધતું હોય, માતાના હેતનું તરસ્યું, માતાના વહાલસોયા હાથની હૂંફ માંગતું હોય. ત્યાં આ ક્રૂર માતાએ પોતાના જ હાથે  પોતાના બાળકને દાદરાની સીડી પરથી નીચે ફેકી દીધું.

પતિ-પત્નીના ઝગડામાં બાળક ભોગ બન્યું. વીડિયોમાં જોઇ શકાય છે કે કામ કરતા કરતા અચાનક માતા  પોતાના અઢી વર્ષના બાળકને લઇને આવે છે અને દાદરા પરથી ફેકી દે છે. આ દ્રશ્ય જોઇને પરિવારના સભ્યો દોડતા નીચે બાળકને બચાવવા જાય છે. પરંતુ માતા તો ત્યાંની ત્યાં જ ઉભી રહે છે. માતાની બાળક પ્રત્યેની આ ક્રૂરતા મમતા શબ્દ પર લાંછન લગાવે તેવી છે.

http://sambhaavnews.com/

You might also like