માતા બન્યા બાદ પ્રાયોરિટી બદલાઈઃ કરીના કપૂર ખાન

ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને પ્રતિભાસંપન્ન અભિનેત્રી એટલે કરીના કપૂર ખાન. માતા બન્યા બાદ આજે પણ તે નંબર વનની પોઝિશન પર ટકેલી છે. લોકો અને સમાજ પ્રત્યે આજે પણ તે એ જ રીતે જુએ છે કે હંમેશાં કોઇ પણ મુદ્દા પર ઓપનલી પોતાનો મત વ્યક્ત કરે છે. તેણે અસંખ્ય કોમર્શિયલ હિટ ફિલ્મો આપી છે તો બીજી તરફ તેણે ‘ચમેલી’, ‘કુરબાન’ અને ‘હિરોઇન’ જેવી હટકે ફિલ્મો પણ કરી. આ વર્ષે તે ‘વીરે દી વેડિંગ’ ફિલ્મમાં જોવા મળશે. માતા બન્યા બાદ તેની પ્રાથમિકતાઓમાં કેટલું પરિવર્તન આવ્યું છે તે અંગે વાત કરતાં તે કહે છે કે જિંદગીમાં પ્રાથમિકતા તો બદલાતી રહે છે. સૌથી પહેલાં પ્રાથમિકતા ત્યારે બદલાઇ જ્યારે મારાં લગ્ન થયાં. ત્યારબાદ પ્રાયોરિટી ત્યારે બદલાઇ જ્યારે હું માતા બની. હું પહેલાંથી જ એકસાથે અનેક કામ કરતી આવી છું. હું માનું છું કે દરેક મહિલાએ આ વાત શીખવી અને સમજવી જોઇએ. દરેકને બાળકો હોય છે અને દરેક મહિલા પોતાની લાઇફને મેનેજ કરે છે. હું પણ તેમાં સામેલ છું.

‘વીરે દી વેડિંગ’ ઉપરાંત કરીના અન્ય સ્ક્રિપ્ટ વાંચી રહી છે, સાથે-સાથે તેનું કામ પણ ચાલુ છે. કરીનાએ પ્રેગ્નન્સી દરમિયાન પણ કામ કર્યું. હાલમાં ‘વીરે દી વેડિંગ’ તેની પ્રાથમિકતા છે. તે પૂરી થયા બાદ તે અન્ય ફિલ્મ હાથમાં લેશે. તે અેક જ સમયે બે ફિલ્મો કરવા ઇચ્છતી નથી, કેમ કે તે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે બેલેન્સ રાખવા ઇચ્છે છે. કરીના રોમાંચ પ્રેમી છે, પરંતુ રોમાંચક રમતો અંગે તેને ખ્યાલ નથી. તે કહે છે કે ‘મૈં પ્રેમ કી દીવાની હૂં’ ફિલ્મમાં મેં હેલિકોપ્ટરમાંથી કૂદવાનો સીન કર્યો હતો, પરંતુ હવે હું તે કરી શકીશ કે નહીં તેનો ખ્યાલ નથી. તે કહે છે કે રણથંભોરમાં મેં ટાઇગરનો પીછો કર્યો હતો તે મારી જિંદગીની સૌથી રોમાંચક ક્ષણ હતી. તમે ક્યારેય કોઇ ટાઇગરને એટલા નજીકથી જોવાની કલ્પના પણ ન કરી શકો. હું એક વાર ફરી તે અનુભવ કરવા ઇચ્છું છું. તેથી ફરી એક વાર ત્યાં જવા ઇચ્છીશ. હું
અલાસ્કા અને એન્ટાર્ક‌િટકા પણ જવા ઇચ્છું છું અને ત્યાંની વાઇલ્ડ લાઇફ જોવી એ મારું અને સૈફનું સપનું છે. •
http://sambhaavnews.com/

You might also like