પુત્રોની આતંકી પ્રવૃતિ અંગે જાણતી હતી માતા શિરીન

અમદાવાદઃ રાજકોટના રાયનગરમાં એક બે માળના મકાનમાં રહેતી 57 વર્ષની શિરીન ઘરમાં ચાલી રહેલી તમામ આતંકી ગતીવિધીથી માહિતગાર હતી. તે પોતાના પુત્રની સફળતા માટે અલ્લાહની ઇબાદત પણ કરી હતી. તે પોતાના બંને પુત્રીની મદદ માટે નમાજ કરતી હતી. શિરીનને આ વાતનો ખ્યાલ હતો કે તેના બંને પુત્રો ISIS સાથે જોડાયેલા છે.પોલીસનું માનવું છે કે શિરીનને તે વાતનો પણ  ખ્યાલ હતો કે તેના પુત્રો કોઇ જેહાદી આતંકવાદી સમૂહ સાથે ભાગીદારી કરી કોઇ મોટી ઘટનાને અંજામ આપવા જઇ રહ્યાં છે. તેઓ ઘરેથી માના આર્શિવાદ લઇને નિકળતા હતા. ગુજરાતમાં ISISની સાથે લિંક હોવાને કારણે પકડાયેલા આતંકી વસીમ અને નઇમની માતાને એ વાતની પણ ખબર હતી કે તેના બંને પુત્રો મંદિરમાં બોમ્બ વિસફ્ટ કરવા માટે ઘરેથી નિકળ્યા છે.

ATSના સૂત્રોનું માનીએ તો શિરીને તેના પુત્રોની તમામ ગતિવિધિઓની માહિતી હતી. તેણે પોતાના પુત્રને તેમના ઇરાદામાં સફળતા મળે તેવા આર્શિવાદ પણ આપ્યા હતા. ATSના એક સૂત્રએ જણાવ્યું છે કે શિરીનને એ વાતની કોઇ જ મુશ્કેલી ન હતી કે તેમના પુત્ર પોતાનું લક્ષ્ય પૂરૂ કરવા જઇ રહ્યાં છે. તેમણે ક્યારે પણ તેમના પુત્રોને ખૂખાર આંતકી સંગઠના રસ્તા પરથી પરત ફરવા કહ્યું ન હતું. તેઓ એ વાતથી ખુશ હતા કે આ કામને અંજામ આપવા જતા જો તેમના પુત્રો શહિદ થઇ જશે, તો તેમને જન્નત નસીબ થશે.

http://sambhaavnews.com/

You might also like