દીકરા પર સતત શંકા કરતી વહુ સામે સાસુ પોલીસ શરણે

અમદાવાદ: સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં સાસુ અને પરિવારજનો વહુને ત્રાસ આપતાં હોય તેવી ફરિયાદ વધુ જોવા મળે છે. ઘાટલોડિયાના એક પરિવારનો ઝઘડો મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. જેમાં સાસુએ પુત્રવધૂ તેમના દીકરા પર સતત ચારિત્ર્યની શંકા કરતી હોઈ ઘરની શાંતિ માટે મહિલા પોલીસની મદદ માગી છે.

સામાન્ય રીતે કોઈ પણ ઘરમાં પતિ પત્નીના ઝઘડા થવા નાની મોટી વાત હોય છે છે. જ્યારે ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી હંસા શાહે પોતાની વહુ પ્રીતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.

અરજી મુજબ જાણવા મળ્યું છે કે, હંસા પોતાના દીકરા અલ્પેશ અને પ્રીતિ સાથે ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી હતી. અલ્પેશનો પોતે જ બિઝનેસ કરતો હતો. જ્યારે અલ્પેશ પ્રીતિને બે સંતાન છે. જેમની ઉંમર આશરે 18 અને 20 વર્ષની છે. લગ્નનાં આશરે 30 વર્ષ બાદ પ્રીતિને અલ્પેશ તરફથી પૂરતો સમય ન મળતો હોવાનાં કારણે અને બિઝનેસના કામથી અવારનવાર બહારગામ જવાને કારણે અલ્પેશ ઘર તરફ પૂરતું ધ્યાન આપી શકતો ન હતો. પતિનો પ્રેમ ન મળવાથી પ્રીતિ પણ ખુશ ન હતી.

જયારે પણ અલ્પેશ બહાર જાય ત્યારે પ્રીતિ તેના પર શંકા કરતી કે તે ઓફિસને કામથી નથી જતો પરંતુ કોઈ અન્ય સ્ત્રી સાથે તે સબંધમાં છે તેને મળવા અને તેની સાથે ફરવા માટે જાય છે. પ્રીતિ કામનાં સમયે પણ તેને ફોન કરી પરેશાન કરતી. પ્રીતિનાં આવા વર્તનને કારણે ઘરનો માહોલ ખરાબ થતો હતો અને સંતાનો પર પણ ખરાબ અસર થતી હતી.

અલ્પેશની માતા હંસાબહેન પણ તેના દીકરાની આ હાલત જોઈ શક્તિ નાં હતી. માટે પોતાના ઘરમાં શાંતિ બની રહે અને ઘરનો માહોલ વધારે ખરાબ ન થાય માટે હંસાએ પોતાની વહુને સમજાવા માટે મહિલા પોલીસનો સહારો લેવો પડ્યો છે. પ્રીતિ અવારનવાર અલ્પેશ પર શંકા કરતી હોવાથી તેને તેનાં દીકરાને તેની પત્નીની શંકાથી બચાવા માટે તેમની વહુ પ્રીતિ વિરુદ્ધ અરજી કરી છે. (પાત્રોનાં નામ બદલાયાં છે)

You might also like