સારવાર માટે પૈસા ન હોવાથી માંએ 6 વર્ષના પુત્રને મારી નાખ્યો

મુંબઇ: મુંબઇમાં હત્યાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક લાચાર માતાએ પોતાના છ વર્ષીય પુત્રનું ગળું દબાવીને હત્યા કરી દીધી. જો કે તેનો પુત્ર છેલ્લા ઘણા સમયથી બિમાર હતો અને તે તેની સારવારનો ખર્ચ ઉઠાવી શકતી ન હતી.

આ દર્દનાક કેસ મુંબઇના ઉપનગરીય વિસ્તાર ચેંબૂરનો છે. પોલીસના અનુસાર 27 વર્ષીય સાવિત્રી તિપન્ના પોતાના 6 વર્ષના પુત્ર દેવરાજની સાથે ત્યાં રહેતી હતી. તેની આર્થિક સ્થિતિ સારી ન હતી. તેનો પુત્ર મોટાભાગે બિમાર રહેતો હતો.

સાવિત્રી લાંબા સમયથી પોતાના પુત્ર દેવરાજની સારવાર કરાવી રહી હતી. પરંતુ તે ઠીક થઇ રહ્યો ન હતો. તેના ઘણા સંબંધીઓ અને પરિચિતો પાસેથી પુત્રની સારવાર માટે ઉછીના પૈસા લીધા હતા. હવે તેની પાસે સારવાર માટે પૈસા ન હતા.

આખરે પુત્રની બિમારીથી પરેશાન સાવિત્રીએ ઘરમાં જ તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. ત્યારબાદ તે પોતાના બાળકને લઇને રાજવાડી હોસ્પિટલ ગઇ. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો.

પોલીસે જણાવ્યું કે હોસ્પિટલ દ્વારા સૂચના મળતાં પોલીસકર્મીઓ ઘટનાસ્થળે આવ્યા. તેમણે હત્યાની પાછળ સાવિત્રીની ભૂમિકા પર શક થયો. જ્યારે પોલીસે કડકાઇપૂર્વક પૂછપરછ કરી તો સાવિત્રીએ પોતાનો ગુનો સ્વિકારી લીધો. પોલીસે મહિલાની ધરપકડક કરી લીધી છે.

You might also like