માતાપિતા જાસૂસી કરવા સ્કૂલમાં ગયાં ને વિદ્યા‌િર્થનીએ અપહરણનું તરકટ રચ્યું

અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સ્કૂલમાં ગુલ્લી મારીને ફરવા જતી રહેલી વિદ્યાર્થિની દ્વારા તેનાં માતાપિતા સામે તેનું અપહરણ થયું હોવાનું તરકટ રચવાનો એક અજીબોગરીબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગઇ કાલે વહેલી સવારે વિદ્યાર્થિનીની જાસૂસી કરવા માટે માતાપિતા સ્કૂલમાં પહોંચી ગયાં હતાં. જ્યાં સ્કૂલમાં વિદ્યાર્થિની આવી નહીં હોવાની વિગતો માતાપિતાને મળતાં તેમણે શોધખોળ શરૂ કરી હતી. પોલીસે પણ તપાસ શરૂ કરી હતી જોકે સ્કૂલ છૂટવાના સમયે વિદ્યાર્થિની ઘરે પહોંચી ગઇ હતી. માતાપિતા અને પોલીસ સમક્ષ તેનું 4 યુવકોએ અપહરણ કર્યું હોવાનું તરકટ રચ્યું હતું.

રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પરેશ સોલંકીના જણાવ્યા અનુસાર વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક સ્કૂલના ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર છેલ્લા ઘણા સમયથી તેના માતાપિતા વોચ રાખી રહ્યા હતા ગઇ કાલે વહેલી સવારે વિદ્યાર્થિની સ્કૂલે ગઇ હતી. અચાનક સ્કૂલમાં વિદ્યાર્થિનીનાં માતાપિતા જાસૂસી કરવા માટે પહોંચી ગયા હતા. જ્યાં સ્કૂલના સત્તાધીશોએ વિદ્યાર્થિની સ્કૂલમાં આવી નહીં હોવાનું જણાવ્યું હતું. તાત્કા‌િલક માતાપિતા પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા અને તેની શોધખોળ શરૂ કરી હતી.

વિદ્યાર્થિની નહીં મળતાં માતાપિતા સ્કૂલ છૂટવાના સમયે તેમના ઘરે ગયા હતા્ જ્યાં વિદ્યાર્થિની ઘરે હાજર હતી. પોલીસ તથા માતાપિતાએ વિદ્યા‌િર્થની પૂછપરછ કરી ત્યારે તેને અપહરણ થયું હોવાનું તરકટ રચ્યું હતું. વિદ્યાર્થિનીએ પોલીસને જણાવ્યું હતું કે ગઇ કાલે સવારે સ્કૂલે જઇ રહી હતી તે સમયે સુરે‌િલયા એસ્ટેટ પાસે 4 યુવકોએ પાણી પીવા માટે માગ્યું હતું. પીવાનું પાણી આપતાં તેમણે મને ઉઠાવી લીધી હતી અને એક એસ્ટેટમાં જઇને મોઢા પર રૂમાલ બાંધીને ગોંધી રાખી હતી અને સ્કૂલ છૂટવાના સમયે છોડી મૂકી હતી. આ કેસમાં પોલીસ સ્ટેશનમાં માતાપિતાએ ફરિયાદ કરવાનો ઇન્કાર કર્યો હતો.

You might also like