માતા-પિતા પોતાનાં બાળકોને ‘ડિવોર્સ’ ન આપી શકેઃ હાઈકોર્ટ

બેંગલુરુ: કર્ણાટક હાઈકોર્ટે એક પિતાને આદેશ આપ્યાે છે કે તે દર મહિને કમસે કમ એક વાર પોતાના બાળકને મળે. આ વ્યક્તિના તેની પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે પતિ અને પત્નીના ભલે છૂટાછેડા થઈ ગયા હોય, પરંતુ તેમનું બાળક સન્માનનું હકદાર છે. માતા-પિતા ક્યારેય બાળકને ‘છૂટાછેડા’ ન આપી શકે. બાળકની ઉંમર છ વર્ષ છે. બાળકના પિતા તરુણની ઉંમર લગભગ ૪૦ વર્ષ અને માતાની ઉંમર ૩૦ વર્ષ છે.

બાળકની માતા રાગિણીએ કોર્ટને ચિઠ્ઠી લખીને જણાવ્યું કે તેઓ તેના પતિને તેના બાળક સાથે ૧૫ િદવસ કે એક મહિને મળવા અને તેની સાથે થોડોક સમય વિતાવવાનું કહે. ૯ માર્ચે અપાયેલા પોતાના ચુકાદામાં જસ્ટિસ એ.વી. ચંદ્રશેખરે લખ્યું કે અમે બાળકને બોલાવ્યું અને પ્રેમથી તેની પૂછપરછ કરી અમને એવું લાગ્યું કે તે બાળક ખરેખર તેના પિતાને મળવા ઈચ્છે છે. જ્યારે તેની પૂછપરછ કરાઈ ત્યારે તેનાં માતા-પિતા ત્યાં હાજર ન હતા. બાળક પોતાનું મંતવ્ય રાખવામાં સક્ષમ છે અને અમારે તેના સંબંધિત મુદ્દાઓમાં તેની વાત સાંભળવી જોઈએ. તેને પોતાની વાત રજૂ કરવાનો હક છે.

ચૂકાદામાં કહેવાયું કે ભારતીય બંધારણ મુજબ બાળકોને તેમની વાત રજૂ કરવાનો હક હોય છે. રાગિણીએ પોતાના સોગંદનામામાં કહ્યું કે બાળક ઘણીવાર તેના પિતાને મળવાની જીદ કરે છે અને તેને સમજાવવું મુશ્કેલ હોય છે. કોર્ટે તરુણને કહ્યું કે તે કોર્ટે તરુણને કહ્યું કે તે દર મહિનાના ત્રીજા શનિવારે બપોરે ૩.૦૦થી ૫.૦૦ પોતાના બાળકને મળે. જ્યારે પિતા તેના બાળકને મળે ત્યારે માતાએ તે સ્થળે હાજર ન રહેવું, કેમ કે પતિ-પત્નીના કડવાશભર્યા સંબંધોની અસર બાળક પર પડી શકે છે.

You might also like