અાઈઅેઅેસ બનવા ઇચ્છે છે ૨૨ વર્ષની અોટોરિક્ષાચાલક માતા

બેંગલુરુ: બેંગલુરુના રસ્તાઅો પર અાેટો ચલાવનારી એલામ્માની ઉંમર માત્ર ૨૨ વર્ષ છે. અા નાનકડી ઉંમરમાં તેને એક પુત્રી છે, પરંતુ એલામ્મા એકસાથે ત્રણ-ત્રણ જવાબદારીઅો નિભાવી રહી છે. તે અોટોરિક્ષા ચલાવવાની સાથેસાથે તેની નાનકડી પુત્રીનો ઉછેર પણ કરે છે અને સાથેસાથે સિવિલ સર્વિસ એક્ઝામની પણ તૈયારી કરી છે. અા વર્ષે યુપીએસસીના રિઝલ્ટ બાદ તેની કહાણી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.

અેલામ્મા જ્યારે ૧૮ વર્ષની હતી ત્યારે જ અેક ફૂલ વેચનાર સાથે તેનાં જબરદસ્તી લગ્ન કરાવાયાં. બાદમાં તેના પતિઅે તેને છોડી દીધી. તેને એક પુત્રી પણ છે. અેલામ્મા પોતાના અભ્યાસ અને પુત્રીના ઉછેર માટે બેંગલુરુમાં રિક્ષા ચલાવે છે. અા દરમિયાન ઘણીવાર તેની પુત્રી પણ તેની સાથે હોય છે.

એલામ્માના પતિઅે તેને છોડી હતી તે દરમિયાન તેના દિયરે તેને રિક્ષા ચલાવવાનું શીખવ્યું હતું. ઘણા રિક્ષા માલિકોઅે તે અેક મહિલા હોવાના કારણે તેને રિક્ષા અાપવાનો ઇનકાર કર્યો હતો. ઘણી મુશ્કેલીઅો પછી તેને એક રિક્ષા માલિક મળ્યો. રિક્ષા ચલાવીને રોજની કમાણી ૭૦૦થી ૮૦૦ રૂપિયા થાય છે, પરંતુ ભાડા અને પેટ્રોલના ખર્ચ બાદ તેને અડધી કમાણી રાખવા મળે છે.

તે સવારના ૬થી ૮ની વચ્ચે અભ્યાસ માટે સમય કાઢી લે છે. તે હાલમાં ૧૨મા ધોરણમાં અભ્યાસ કરી રહી છે. ૧૨મા ધોરણ બાદ તે ગ્રેજ્યુઅેશન કરશે અને બાદ સિવિલ સર્વિસની પરીક્ષા અાપશે. તે કહે છે કે તેને ઘણીવાર પોતાના સાથી પુરુષ ડ્રાઇવરો તરફથી ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. અા જ કારણે તે અાઈએઅેસમાં ભરતી થઈને મહિલાઅોનું જીવન સરળ બનાવવા ઇચ્છે છે.

You might also like