મધર ડેરીના સર્વર રૂમમાં મોડી રાતે આગ ફાટી નીકળી

અમદાવાદ: શહેરના એસ.પી. રિંગ રોડને અડીને આવેલા ભાટ ગામ નજીક મધર ડેરીની વહીવટી ઓફિસમાં ગત રાત્રે આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. સર્વરરૂમમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું. સાત જેટલા ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી અનુસાર ગઇ કાલે રાત્રે ૯-૩૦ની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે ગાંધીનગરના ભાટ ગામ નજીક મધર ડેરીના વહીવટી વિભાગની ઓફિસમાં આગ લાગી છે, જેથી પાંચ જેટલા ફાયર ફાઇટર તાત્કા‌િલક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયરના બે અધિકારીઓએ પણ સ્ટાફ સાથે દોડી જઇ તાત્કા‌િલક આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. વહીવટી વિભાગની ઓફિસમાં આવેલા સર્વરરૂમમાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગના કારણે નુકસાન પણ થવા પામ્યું હતું, પરંતુ કોઇ જાનહા‌િન થઇ ન હતી.
http://sambhaavnews.com/

You might also like