મમ્મી કોફી પીએ તો કેફીનની અસર બાળક પર થઈ શકે છે

728_90

સ્તનપાન કરાવતી મમ્મીઓ જે ખાય છે એની સીધી કે અાડકતરી અસર બાળકના સ્વાસ્થ્ય પર પડતી હોય છે. જે મહિલાઓ કોફી પીતી હોય એની અસર તેમના બાળક પર પડી શકે છે. લંડનના રિસર્ચરોનું કહેવું છે કે સ્તાનપાન કરાવતી જે મહિલાઓ વધુ માત્રામાં કોફી પીતી હોય તેમનાં સંતાનોને સૂવામાં તકલીફ પડે છે. નવજાત શિશુના ઊંઘના કલાકો ઓછા હોય અથવા તો બાળક વધુપડતું ચંચળ અને એક્ટિવ રહેતું હોય તો મમ્મીની ડાયટ ચેક કરવી જોઈએ. મમ્મીની ડાયટમાંથી કોફી અને કેફીનયુક્ત પદાર્થો ઘટાડવાથી બાળક શાંતિપૂર્વક અને લાંબું ઊંઘી શકે છે.

You might also like
728_90