દિલ્હીમાં માએ 1.5 વર્ષના પુત્રને માર મારીને કર્યો અધમુવો

નવી દિલ્હી : સામાન્ય રીતે માનવામાં આવે છે કે, બાળકને સૌથી વધારે પ્રેમ તેની માતા જ કરતી હોય છે. પરંતુ દિલ્હીની ગીતા કોલોનીમાંથી જે પ્રમાણના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે ખરેખર આધાતજનક છે. આ વીડિયો જોઇને માતાના પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી જાય તો નવાઇ નહી. દિલ્હીની ગીતા કોલોનીમાં રહેતી એક મહિલાએ પોતાનાં ડોઢ વર્ષના દિકરાને મારી મારીને અધમુવો કરી નાખ્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે. હાલ સોશ્યલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં એક મહિલા તેનાં દોઢ વર્ષના બાળકને ઢોર માર મારી રહી છે. મહિલાએ તેને સીડી પરથી નીચે ફેંકી દીધું ત્યાર બાદ તેણે પોતાનાં બાળકને ખુબ જ ઢોર માર માર્યો હતો. મહિલાએ બાળકને માર મારતી હોય છે ત્યારે તેને બચાવે છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો આરોપી મહિલાની નણંદે જ બનાવ્યો છે.

આ વીડિયો મહિલા પંચને આપી દેવામાં આવી છે. મહિલા આ વીડિયોની સત્યતાની તપાસ ચાલી રહી છે. જો કે દંપત્તીના લગ્નને 8 વર્ષ થઇ ગયા છે. તેમના એક ત્રણ વર્ષનો દિકરો, દોઢ વર્ષની દીકરી અને છ મહિનાની દીકરી પણ છે. દંપત્તી વચ્ચે નાનીમોટી દરેક બાબતે ઝગડો થતો રહે છે. અગાઉ પણ આવી ઘટનાઓ બનતી રહી છે.

You might also like