માતા AC પર લટકતા પુત્રને બચાવવા જતા પટકાઇને બંન્નેના મોત

સુરત : ઉધનામાં ઘરની ગેલેરીમાં રમી રહેલો પુત્ર અચાનક AC પર પહોંચી ગયો હતો. જેને બચાવવા જતા માતા અને પુત્ર બંન્ને સાતમાં માળેથી પડકાતા મોત નિપજ્યા હતા. રવિવારે સવારે બનેલી ઘટના બાદ બંન્નેને તત્કાલ 108ની મદદથી સુરત સિવિલ ખાતે ખસેડાયા હતા. જો કે ફરજપરનાં તબીબોએ બંન્નેને મૃત જાહેર કરતા અરેરાટી વ્યાપી ગઇ હતી. ઘટનાં અંગે વિગતે મળતી માહિતી અનુસાર ઉધનાંનાં ખરવળનગરમાં આવેલા સરદાર પેલેસનાં સાતમાં માળેથી માતા અને પુત્ર પટકાતા બંન્નેનાં મોત નિપજ્યા હતા.

આ પરિવાર મુળ વિસનગરનાં ગોઠવા ગામનાં રહેવાસી કિંજલભાઇ પટેલ સુરતમાં સ્થાયી થયા હતા. કિંજલભાઇ અને મિત્તલબેનનાં લગ્ન 2009માં થયા હતા.10 વર્ષનાં આ સુખી લગ્નજીવન દરમિયાન બંન્નેને એખ પુત્ર પણ હતો. કિંજલભાઇનાં જણાવ્યા અનુસાર આજે સવારે તે ઓફીસ જવા માટે નિકળ્યા બાદ આ ઘટના બની હતી. કિંજલભાઇને પત્ની અને પુત્ર નીચે પટકાયાની જાણ થતા તેઓ દોડી આવ્યા હતા.

મૃતક મહિલા મિતલબેન પોતાનાં પુત્ર યુગને બચાવવા જતા નીચે પટકાયા હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મિત્તલબેનનાં પતિ કાપડનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાલ તો પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.

You might also like