વિશ્વનો સૌથી પવિત્ર સંબંધ થયો કલંકીત : માંએ 4 મહિનાની પુત્રીને 17 ઘા મારીને જીવ લીધો

જયપુર : દુનિયાનો સૌથી ઉચ્ચ કોટીનો સંબંધ માંનો સમજવામાં આવે છે. 9 મહિના તકલીફ સહીને એક માં પોતાનાં બાળકને જન્મ આપતી હોય છે. અને પછી બાળક પણ પોતાની જાતને માતાની ગોદમાં જ સૌથી સુરક્ષીત અનુભવતો હોય છે. પરંતુ જરા વિચારો કે કોઇ માં પોતાનાં દુધ પિતા બાળકની જ હત્યા કરે. હૃદય દ્રાવક એવી આ ઘટના કોઇ વિચારી પણ ન શકે.

જો કે આ ઘટનાં સાચેમાં જ બની છે. રાજસ્થાનનાં જયપુર વિસ્તારની રહેનારી એક સ્ત્રી કરોડપતિ પરિવારની છે જ્યાં એક માંએ જ પોતાનાં ચાર મહિનાની પુત્રીની ચાકુથી ગળુ કાપીને હત્યા કરી દીધી છે. આ કળીયુગની માંની હેવાનિયત અહીં જ ખતમ નહોતી થઇ, તેણે આ નાની બાળકીનાં કોમળ શરીર પર 17 ચાકુનાં ઘા માર્યા અને પછી તેને ગોદડામાં લપેટીને તેને ફેંકી દીધી હતી.

35 વર્ષની આ આરોપી મહિલાએ પોતાની બળકીની હત્યા કર્યા બાદ તેનાં ગુમ થયાનું નાટક ચાલુ કરી દીધી હતી. આખો પરિવાર બાળકીને શોધવા લાગ્યો હતો. ત્યાર બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. હોસ્પિટલે બાળકીને મૃત જાહેર કરી હતી. પોલીસે આ મુદ્દે તપાસ આદરી હતી. જો કે તપાસમાં જે સામે આવ્યું તે ખુબ જ ચોંકાવનારું હતું.

આરોપી મહિલાને પહેલાથી જ 8 વર્ષની એક બાળકી હતી. તમામ સારવાર પછી પણ તેને બીજી બાળકી જન્મી હતી. જ્યારે તે પુત્ર ઇચ્છતી હતી. પુત્ર પ્રાપ્તિ માટે તમામ પુજા પાઠથી માંડીને IVF સુધીની તમામ સારવાર લીધી હતી. આરોપી મહિલા તેનાં કારણે ખુબ જ પરેશાન હતી અને તેણે પોતાની નાની પુત્રી સાથે એવું કર્યું જેનાં કારણે માં અને બાળકનાં સંબંધ પર કલંક લાગ્યું

You might also like