700 કરોડના ખર્ચે તૈયાર થનાર વિશ્વનું સૌથી મોટું મોટેરા સ્ટેડિયમ આવું હશે

અમદાવાદઃ 700 કરોડના ખર્ચે મોટેરા સ્ટેડિયમનું નવીનીકરણ કરવાનું છે. જે વિશ્વસનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનશે. જેમાં એક લાખ દસ હજાર પ્રેક્ષકો મેચ જોઇ શકશે. કરોડોના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટ આગામી 2019 સુધી પૂર્ણ થવાની સંભાવના  છે. આ સ્ટેડિયમ ઓસ્ટ્રેલીયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ અને લંડનના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ કરતા પણ મોટું હશે. મોટેરા સ્ટેડિયમને વર્લ્ડ ક્લાસ અને વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવા માટે L&T કંપનીને કામ સોંપાયું છે. જે ૭૦૦ કરોડ રૂપિયામાં બે વર્ષમાં પૂર્ણ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે જીસીએના ચેરમેન હતા ત્યારે તેમણે મોટેરાને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનું સ્વપ્ન જોયું હતું. તેમના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખ પરિમલ નથવાણી દ્વારા લેટર ઓફ એક્સેપ્ટન્સ L&T કંપનીને સોંપ્યો હતો. જુના સ્ટેડિયમને સંપૂર્ણ રીતે જમીનદોસ્ત કરીને નવી ડિઝાઈન અને નવા કનસેપ્ટ સાથે નવું સ્ટેડિયમ બનાવવામાં આવશે. આંતરરાષ્ટ્રીય કક્ષાના આ સ્ટેડિયમમાં ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ, એક ક્લબ હાઉસ, ઓલમ્પિક સ્તરનો સ્વીમીંગ પુલ, ઇનડોર ક્રિકેટ એકેડમી, ૭૬ કોર્પોરેટ બોક્સ, ચાર ડ્રેસિંગ રૂમ તેમજ પ્રવેશ માટે ત્રણ ગેટ રાખવામાં આવશે.

home

You might also like