૨૦૧૬માં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી પડશે

નવી દિલ્હી: છેલ્લાં કેટલાય વર્ષથી કમોસમી વરસાદ થાય છે. શિયાળા દરમિયાન ઠંડી પડતી નથી. ચોમાસામાં વરસાદ થતો નથી. ૨૦૧૫મું વર્ષ ગ્લોબલી સૌથી ગરમ રહ્યું છે. જોકે અાગામી વર્ષ હજુ વધુ ગરમી લાવશે તેવી અાગાહી છે. ૧૯૬૧થી ૧૯૯૦ના વર્ષ દરમિયાન ગ્લોબલ અેવરેજ ૧૪ ડિગ્રી સેલ્સિયસની રહી છે.  બ્રિટનમાં થયેલા એક રિસર્ચ મુજબ ૨૦૧૬માં ૦.૭૨થી ૦.૯૬ ડિગ્રી સેલ્સિયસ જેટલી વધુ ગરમી પડે તેવી શક્યતા છે. ૨૦૧૫ના વર્ષના અેવરેજ તાપમાન કરતાં ૨૦૧૬ રેકોર્ડબ્રેક ગરમીવાળું રહેશે. જો પર્યાવરણમાં કોઈ ચમત્કાર થાય તો માત્ર અેવા ચાન્સ છે કે ૨૦૧૬નું વર્ષ ૨૦૧૫ કરતાં અોછું ગરમ રહેશે. પેસિફિક મહાસાગરની સપાટીનું તાપમાન વધી રહ્યું છે તે રીતે ૨૦૧૫ પણ ૨૦૧૬નો અાંકડો પાર કરે તેવી પૂરેપૂરી શક્યતાઅો છે.

You might also like