૧૬ લાખમાં વેચાયો કારનો ૦૦૦૧ વીવીઅાઈપી નંબર

નવી દિલ્હી: દિલ્હીના લોકો વીઅાઈપી કાર નંબર રાખવાના ખૂબ જ શોખીન મનાય છે. એ વાત શુક્રવારે એકવાર ફરી સાબિત થઈ ગઈ. દિલ્હી પરિવહન વિભાગની વેબસાઈટ પર હરાજી માટે લગાવાયેલા વીવીઅાઈપી નંબર ૦૦૦૧ની બોલી ૧૬ લાખ રૂપિયા લગાવાઈ. નંબરની હરાજી માટે નક્કી રકમથી બોલીની શરૂઅાત થઈ. અંતમાં તે નંબર ૧૬ લાખ રૂપિયામાં વેચાયો.

અા નંબર માટે હરાજી દરમિયાન ખૂબ જ ડિમાન્ડ જોવા મળી. અા વીવીઅાઈપી નંબરને પાલમ લેન્ડ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડે ખરીદ્યો.  ટ્રાન્સપોર્ટ વિભાગના અેક અધિકારીઅે જણાવ્યું કે અા પહેલા વિભાગનો સૌથી મોંઘો નંબર ૧૨.૫૦ લાખ રૂપિયામાં વેચાયો હતો. અા હરાજી સપ્ટેમ્બર ૨૦૧૪માં થઈ હતી. ગાડી ખરીદનાર લોકોની પસંદગીમાં ૦૦૦૭ અને ૦૦૦૯ નંબર પણ છે. ૦૦૦૭ ૧૦.૪૦ લાખ રૂપિયામાં ફેબ્રુઅારી ૨૦૧૫માં અાપવામાં અાવ્યો હતો અને ૦૦૦૯ નંબર ૮.૫૦ લાખમાં સપ્ટેમ્બર ૨૦૧૪માં વેચાયો હતો.

વીઅાઈપી જેવા દેખાનાર નંબર માટે ટ્રાન્સપોર્ટ વિભાગે ઘણી માગણી કરી હતી. અા માગણીઅોના અાધારે દિલ્હીમાં નંબરોની હરાજી પ્રક્રિયાની વ્યવસ્થા લાગુ કરાઈ હતી. પરિવહન વિભાગના અધિકારીઅે જણાવ્યું કે હરાજીથી સરકારી ખજાનાને ઘણો લાભ પહોંચ્યો છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં વીવીઅાઈપી નંબરને લઈને દિલ્હીના લોકોમાં ખૂબ જ ક્રેઝ છે. લોકોનું માનવું છે કે વીવીઅાઈપી નંબરથી સમૃદ્ધિ અાવે છે. તેથી જન્મ તારીખથી લઈને અન્ય જરૂરિયાતની વસ્તુઅોમાં લોકોને ખાસ નંબરની તલાશ રહે છે.
http://sambhaavnews.com/

You might also like