ગરીબીરેખાથી નીચે સૌથી વધુ લોકો ભારતમાંઃ વર્લ્ડ બેન્ક

નવી દિલ્હી: વર્લ્ડ બેંકે પોતાના તાજેતરના રિપોર્ટમાં કહ્યું કે ભારતમાં અાતંરરાષ્ટ્રીય ગરીબી રેખાથી નીચે જીવન વ્યતિત કરનાર સૌથી વધુ લોકો ભારતમાં છે. ૨૦૧૩ના સર્વે મુજબ વર્લ્ડ બેંકે કહ્યું કે ભારતમાં ૩૦ ટકા વસ્તી ગરીબી રેખા નીચે રહે છે અને વસ્તીનો અા ભાગ પ્રતિ દિવસ ૧.૯૦ અમેરિકી ડોલર ગરીબી માપદંડ હેઠળ અાવે છે.

પોતાના પ્રથમ રિપોર્ટની પહેલી અાવૃત્તિમાં વર્લ્ડ બેંકે કહ્યું કે દુનિયાનો દર ત્રીજો ગરીબ ભારતીય છે. વૈશ્વિક અર્થ વ્યવસ્થાના ખરાબ પ્રદર્શન છતાં પણ દુનિયાભરમાં ભયંકર ગરીબી ઘટી રહી છે.

દુનિયામાં ગરીબોની સંખ્યામાં નાઇજિરિયા બીજા સ્થાને છે. અહીં ૮.૬૦ કરોડ લોકો ગરીબ છે. ભારતમાં તેના ૨.૫ ટકા વધુ ગરીબ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતની વસ્તીના ૩૦ ટકા એટલે કે ૨૨.૪ કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવન જીવે છે.

વર્લ્ડ બેંક અનુસાર અા રિપોર્ટમાં ૮૩ દેશોમાં ૬૦ દેશોઅે પોતાના અાંકડા જાહેર કર્યા છે. નાણાકીય સંકટ છતાં પણ ૨૦૦૮થી ૨૦૧૩ની વચ્ચે અા દેશોમાં ગરીબી રેખા નીચે રહેનાર ૪૦ ટકા લોકોની અાવકમાં ઘટાડો થયો છે. સૌથી મહત્વની વાત અે છે કે અા દેશોમાં દુનિયાની ૬૭ ટકા અાબાદી રહે છે.

You might also like