દિવાળી વેકેશનનું બુકિંગ ખૂલતાં મોટા ભાગની ટ્રેનો હાઉસફૂલ

અમદાવાદ: દિવાળીના તહેવારોને હજુ ૩ મહિનાની વાર છે તે પહેલાં જ ઉત્તર ભારત જતી ટ્રેનો હાઉસફુલ થવા લાગી છે. હરવા-ફરવા માટે પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ જવા માટે લાંબા અંતરની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ તો ઠીક પણ સેકન્ડ સ્લીપર ક્લાસમાં પણ ઊંચા વેઇ‌િટંગ બોલાઇ રહ્યાં છે.

ખાસ કરીને ઉત્તર ભારત તરફ ફરવા જવા માટે યા‌િત્રકોનો ધસારો વધી રહ્યો છે. આ રૂટની મોટા ભાગની ટ્રેનોમાં પ૦થી ર૭૦ સુધીનું વેઇ‌િટંગ પહોંચ્યું છે. દિવાળીના તહેવારો દરમિયાન પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ ફરવા જવા માટે લોકો અત્યારથી બુકિંગ કરાવી રહ્યા છે. દિવાળીનું બુકિંગ ખૂલતાં જ મોટા ભાગની ટ્રેનો ફુલ થઇ રહી છે.

દિવાળી, નાતાલ કે ઉનાળુ વેકેશન હોય, ગુજરાતીઓનો ફરવા જવાનો શોખ તમામ વેકેશનમાં દેખાઇ આવે છે. ગુજરાતીઓની ફરવા જવા માટેની ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં પહેલી પસંદ ટ્રેનની રહે છે. મુસાફરો ૩ મહિના અગાઉ ટ્રેનમાં પ્રવાસ માટે બુકિંગ કરાવી દેતા હોય છે.

હાલમાં દહેરાદૂન-ઉત્તરાંચલ એક્સપ્રેસમાં સ્લીપર ૩ર૪ અને એસી ૮ર સીટનું વેઇ‌િટંગ છે. જ્યારે વારાણસી એક્સપ્રેસમાં એસી અને સ્લીપરનું મળીને કુલ ૩૪રનું વેઇ‌િટંગ છે. હાવરા એક્સપ્રેસમાં ૩ર૩, કટરા-વૈષ્ણોદેવી એક્સપ્રેસમાં ૧૧૬, મુઝફ્ફરનગર-મોતીહારી એક્સપ્રેસમાં રર૧, ગોરખપુર એક્સપ્રેસમાં ૧પ૬ અને ગુવાહાટી એક્સપ્રેસમાં રર૩નું વેઇ‌િટંગ ચાલી રહ્યું છે.

You might also like