અમદાવાદ ઝોનની મોટા ભાગની સ્કૂલ FRCમાં ગઇ, 87 સ્કૂલોએ ફી વધારાની પ્રપોઝલ મુકી

અમદાવાદ ઝોનની મોટા ભાગની શાળાઓ ફી મામલે FRCમાં ગઈ છે. શહેરની 171 શાળામાંથી 87 શાળાએ ફી વધારાની પ્રપોઝલ મુકી છે. જ્યારે 45 સ્કૂલે સરકારે નક્કી કરેલા સ્લેબમાં ફી સ્વીકારી લીધી છે. જોકે હજુ પણ અમદાવાદ ઝોનની 39 સ્કૂલ હજુ સુધી FRCમાં ગઈ નથી.

જોકે આવી શાળા વિરુદ્ધ સરકાર કડક વલણ દાખવી શકે છે. સુપ્રીમ કોર્ટે શાળાઓને FRCમાં દરખાસ્ત કરવા માટે આદેશ આપ્યો હતો. શહેરની 39 સ્કૂલે આ આદેશનો અનાદર કર્યો છે. આમ હવે સરકાર આવી શાળાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. બીજી બાજુ જે શાળાઓ FRCમાં ગઈ છે. રાજ્યમાં શાળાઓની સ્કૂલનું ફી લિસ્ટ 10 ઓગસ્ટ સુધીમાં તૈયાર થઈ જશે.

FRCમાં એફિડેવીટ કરનાર મોટા ભાગની સ્કૂલો માધ્યમિક-ઉ.માધ્યમિકની છે. જ્યારે શહેરની ત્રીપદા સ્કૂલે પ્રાથમિક માટે પ્રપોઝલ અને માધ્યમિક માટે એફિડેવીટ કર્યું છે.મોડી રાત સુધી પ્રપોઝલ-એફિડેવીટ સ્વીકારવામાં આવી હતી. જો કે ચોક્કસ કારણોસર રહી ગયેલી સ્કૂલને મુદ્દત અપાય તેવી સંભાવના છે.

જેમાં સરકાર વધુ 2 દિવસની મુદ્દત આપે તેવી શક્યતા છે. જો કે અમદાવાદ શહેરની તમામ સ્કૂલો FRCમાં ગઇ. અમદાવાદ ગ્રામ્યની કેટલીક સ્કૂલો FRCમાં ગઇ નથી. FRCમાં ન ગયેલી ગ્રામ્યની સ્કૂલોનું DEO કારણ જાણશે. FRCમા ગયેલી સ્કૂલોની ફી 10 ઓગસ્ટ સુધીમાં નક્કી થશે.

You might also like