આ છે દુનિયાનું સૌથી ખતરનાક ટોઇલેટ, 8,500 ફૂટ ઊંચાઈ પર સ્થિત

પોતાના ઘર અને ઘરના ટોઇલેટ વિશે કલ્પના કરીએ તો તમને સાફ અને સ્વચ્છ ટોઇલેટનું ચિત્ર આંખો સામે ઉપસતું હશે. પરંતુ દરેક જગ્યાએ ટોઇલેટ એક જેવા નથી હોતા, જેમ કે ટ્રેનના ટોઇલેટને જ લઈ લો. નામ લેવાથી જ આપણા ચહેરાના હાવભાવ વિચિત્રતાને બયાન કરવા લાગે છે. જાહેર શૌચાલયની તો વાત જ ન થાય. પરંતુ મજબૂરીમાં જવાથી કોઈ ડરતું નથી હોતું.

અમે જે ટોઈલેટ વિશે તમને બતાવવા જઈ રહ્યા છે એના વિશે જાણીને તમને ડર લાગશે. તેને દુનિયાનું સૌથી ખતરનાક ટોઇલેટ કહેવામાં આવે છે. જરા વિચારો જે ટોઇલેટ હવામાં 8,500 ફૂટની ઊંચાઈ પર સ્થિત હોય તેની હાલત કેવી હશે.

એમાંય ત્યાં માઇનસ 50 ડિગ્રી સેન્ટિગ્રેટનું તાપમાન હોય, જેમાં લોહી પણ થીજી જાય એવામાં માણસ ટોઇલેટ કઈ રીતે કરી શકે. પરંતુ સાઇબિરિયાના રણમાં અલ્તાઇના પહાડોના શિખર પર વૈજ્ઞાનિકોએ પોતાના ઉપયોગ માટે એવું એક ટોઇલેટ બનાવ્યું છે જેને દુનિયાના દુનિયાનું સૌથી ખતરનાક ટોઇલેટ કહેવામાં આવે છે.

You might also like