૨૦૧૬ની ‘મોસ્ટ એવેઈટેડ’ ફિલ્મો

૨૦૧૫નું વર્ષ કેટલાક સ્ટાર્સ માટે ખાસ રહ્યું તો કેટલાકને નિષ્ફળતાઓ પણ મળી. બધાંની નજર હવે ૨૦૧૬ પર છે. ૨૦૧૬ના વર્ષમાં અાવનારી ફિલ્મો વચ્ચે પણ જોરદાર ટક્કર જોવા મળશે. ૨૦૧૫ના વર્ષમાં તો અભિનેતામાં સલમાન ખાન અાગળ રહ્યો તો દીપિકા પદુકોણ અને કંગના રાણાવત માટે પણ અા વર્ષ ખાસ રહ્યું. વર્ષના અંતમાં રણવીરસિંહ અને શાહરુખ ખાનને પણ ખુશી મળી.

૨૦૧૬માં તહેવારો પર ફિલ્મો વચ્ચે સખત ટક્કર જોવા મળશે. અા વર્ષે ‘બજરંગી ભાઈજાન’ અને ‘પ્રેમ રતન ધન પાયો’ જેવી ફિલ્મો અાપનાર સલમાન ખાનની ફિલ્મ ‘સુલતાન’ ઈદ પર ‌રિલીઝ થશે. ફિલ્મનું શરૂઅાતનું પોસ્ટર અને ટીઝર તેના પ્રશંસકોને ખૂબ પસંદ પડી રહ્યું છે.

ગુજરાતના ડોન લતીફ પર બની રહેલી ફિલ્મ ‘રઈસ’માં શાહરુખ ખાન ઈદ પર સલમાન સાથે ટકરાશે. શાહરુખની ગુજરાતની પૃષ્ઠભૂમિ પર અાધારિત અા ફિલ્મ ઈદ પર ‌રિલીઝ થવાની જાહેરાત કરી દેવાઈ છે. બંને ફિલ્મો ઈદ પર ‌રિલીઝ થવાની જાહેરાત થતાં મુકાબલો દિલચસ્પ બનશે.

શાહરુખ ખાનની અા વર્ષે ‘રઈસ’ ઉપરાંત ‘ફેન’ ફિલ્મ પણ ‌િરલીઝ થશે. અા વર્ષે તેની અાલિયા ભટ્ટની સાથે અન્ય એક ફિલ્મ પણ ‌રિલીઝ થશે. ગૌરી શિંદેની અા ફિલ્મનું નામ હજુ જાહેર કરાયું નથી.

ઈદ ઉપરાંત બોક્સ ઓફિસ માટે બીજો મોટો મોકો હોય છે દિવાળી. દિવાળી પર નિર્માતાઓમાં પોતાની ફિલ્મ ‌રિલીઝ કરવાની હોડ હોય છે. અા વખતે અા મોકો કરણ જાેહરે ઝડપી લીધો છે. તેણે પોતાની મ‌િલ્ટસ્ટારર ફિલ્મ ‘એ દિલ હૈ મુ‌િશ્કલ’ને દિવાળી પર ‌રિલીઝ કરવાની જાહેરાત કરી છે, પરંતુ તેની ફિલ્મનો રસ્તો અજય દેવગણે રોકી લીધો છે. અજય દેવગણ લાંબા સમયથી ‘શિવાય’ ફિલ્મ પર મહેનત કરી રહ્યો છે. તેની અા ફિલ્મથી ઘણી અાશાઓ છે. અા ફિલ્મ પણ દિવાળી પર ‌રિલીઝ થશે.

અામ તો જાન્યુઅારી મહિનાથી જ શાનદાર ફિલ્મો શરૂ થશે. અમિતાભ બચ્ચન અને ફરહાન અખ્તરની ફિલ્મ ‘વજીર’ ૮ જાન્યુઅારીએ રિલીઝ થશે. ૧૫ જાન્યુઅારીએ સની દેઓલની ‘ઘાયલ: વન્સ અગેઈન’ પણ અાવી રહી છે. બંને ફિલ્મો પાસેથી સારી અપેક્ષાઓ છે.

સની લિયોનની ‘મસ્તીજાદે’ અને એકતા કપૂરની ‘ક્યા કૂલ હૈ હમ’ અત્યારથી જ ચર્ચાઓમાં છે.
ફેબ્રુઅારીમાં સોનમ કપૂર અભિનીત એરહોસ્ટેસ નીરજા ભનોટની જિંદગી પર બનેલી ફિલ્મ પણ અાવી રહી છે. અા ઉપરાંત કેટરિના-અાદિત્ય રોય કપૂરની ‘ફિતુર’ અને જોન અબ્રાહમની ‘રોકી હેન્ડસમ’ પણ અાવશે.

માર્ચ મહિનામાં પ્રિયંકા ચોપરાની એક્શન દર્શકોને જોવા મળશે. તેની ‘જય ગંગાજલ’, ફિલ્મ ૪ માર્ચે ‌રિલીઝ થશે. સાથે ફવાદ ખાન અને અાલિયા ભટ્ટની કપૂરની (કપૂર એન્ડ સન્સ) પણ ‌રિલીઝ થશે. માર્ચમાં ઈન્દ્રકુમારની ‘ગ્રાન્ડ મસ્તી’ પણ અાવશે.

એપ્રિલમાં કરીના કપૂરની ‘કી એન્ડ કા’ જ્યારે મેમાં અનિલ કપૂરના પુત્રની ‘મિર્જયા’, ક્રિકેટર અઝહરુદ્દીનની જિંદગી પર બની રહેલી ‘અઝહર’ અને સરબ‌િજતની જિંદગી પર બની રહેલી ફિલ્મ ‌રિલીઝ થશે.

૨૦૧૬ના જૂન મહિનામાં રણબીર કપૂરની ‘જગ્ગા જાસૂસ’ તેમજ શાહિદ- અાલિયાની ‘ઊડતા પંજાબ’ ‌રિલીઝ થશે.

ઓગસ્ટ મહિનામાં ઋત્વિક ‘મોહન જો દડો’, અક્ષયકુમારની ‘રૂસ્તમ’ અને અજય દેવગણની ‘બાદશાહો’ ‌રિલીઝ થશે. ઓક્ટોબરમાં અામિર ખાનની ‘દંગલ’ તેમજ ‘શુદ્ધિ’ ફિલ્મ પણ ‌રિલીઝ થશે.

You might also like