મોસેક ફોન્સેકાના કાર્યાલય પર પનામા સરકારના દરોડા

પનામા સિટીઃ પનામા સરકાર તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે પનામાના એટર્ની જનરલે મંગળવારે મોડી રાત્રે ગેરકાયદે પ્રવૃત્તિના પુરાવાઓ શોધવા માટે કાનૂની કંપની મોસેક ફોન્સેકાના કાર્યાલય પર દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. તાજેતરમાં પનામા પેપર્સ લીક્સને લઈને પનામાની આ કંપની ચર્ચાસ્પદ બની છે.

પનામાં પેપર્સ : બ્લેક મનીમાં એક્ટર, ઉદ્યોગપતિ, રાજકારણી સહિત દેશની ૫૦૦ હસ્તીઓના હાથ કાળા!

મોસેક ફોન્સેકાના ખુલાસાથી કેટલાય વૈશ્વિક નેતાઓ અને કંપનીઓ પોતાનાં કાળાં નાણાં અંગે વિમાસણ અને ક્ષોભજનક સ્થિતિમાં મુકાય છે. આ અગાઉ પનામા પોલીસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે તે એ દસ્તાવેજોની તપાસ કરી રહી છે જેનાથી આ કાનૂની કંપનીની ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે પુરાવા એકત્ર કરી શકાય. મોસેક ફોન્સેકા પર કરચોરી અને છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે.

પનામા લીક્સઃ અોબેરોય, રુચિ ગ્રૂપ અને અાસામ ટીનું નામ બહાર અાવ્યું

ગઈ કાલે પોલીસે આ ફર્મની ઈમારતને ચોમેરથી ઘેરી લીધી હતી અને પછી દરોડા પાડ્યા હતા. મોસેક ફોન્સેકા વિદેશી કંપનીઓ સ્થાપવામાં નિષ્ણાત છે અને આ કંપનીએ હજુ સુધી પોતાની પર કોઈ કાર્યવાહી અંગે નિવેદન જારી કર્યું નથી. આ અગાઉ મોસેક ફોન્સેકાના સંસ્થાપક ભાગીદાર રેમન ફોન્સેકાએ જણાવ્યું હતું કે કંપનીએ કોઈ કાયદાનો ભંગ કર્યો નથી અને કોઈ દસ્તાવેજોનો નાશ કર્યો નથી. કંપનીની તમામ કાર્યવાહી કાનૂની છે.

You might also like