અયોધ્યા મામલે ‘શિયા પ્લાન’, લખનઉમાં બને ‘અમન કી મસ્જીદ’

અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જીદ વિવાદનો ઉકેલ લાવવા શિયા સેન્ટ્રલ વકેફ એક ડ્રાફટ તૈયાર કર્યો છે. શિયા વકફ બોર્ડના ડ્રાફટ અનુસાર વિવાદિત જગ્યા પર રામ મંદિર બનાવવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે. ડ્રાફટ અનુસાર મસ્જીદ લખનઉમાં બનાવવામાં આવે.

શિયા વકફ બોર્ડ એમ પણ કહ્યું છે કે આ મસ્જિદને કોઇ રાજકીય શાસકનું નામ આપવાના બદલે અમનની મસ્જીદ નામ આપવામાં આવે. શિયા વકફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ અયોધ્યા વિવાદ સમજૂતીનો ઉકેલ લાવવા માટે એક ડ્રાફટ તૈયાર કર્યો છે.  આ ડ્રાફટમાં કહેવામાં આવ્યું છે વિવાદીત જમીન પર ભગવાન શ્રીરામનું મંદિર બને.

આ ડ્રાફટમાં મસ્જિદને લઇને જણાવવામાં આવ્યું છે કે મસ્જીદ અયોધ્યામાં નહી પરંતુ લખનઉમાં બનાવવામાં આવે અને તેનું નામ અમન કી મસ્જીદ આપવામાં આવે. બોર્ડે અયોજના વિવાદીત મામલાનો ફોર્મૂલા 18 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં જમા કરાવી દીધું છે.

You might also like