કાપડમંત્રી અજય ટામટા સુરતની મુલાકાતે, કાપડના વેપારીઓ કરશે રજૂઆત

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં GSTનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે, ત્યારથી જ તેનો વિરોધ થઈ રહ્યો છે. દેશભરના વ્યાપારીઓ અને વિપક્ષ પાર્ટી પણ GST મામલે સરકાર પર પ્રહારો કરી રહી છે.

GST બિલનો કાપડ વેપારીઓ સતત વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે કેન્દ્રીય કાપડમંત્રી અજય ટામટા સુરતની મુલાકાતે આવ્યા છે. GSTને લઈને કાપડના વેપારીઓને પડી રહેલી મુશ્કેલીના મામલે સુરતના કાપડના વેપારીઓ અજય ટામટાને રજૂઆત કરશે.

ઉલ્લેખનીય છે કે, GST આવ્યા બાદ અન્ય ધંધાની જેમ કાપડના વેપારને અસર થઈ છે. વેપારીઓને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. જીએસટીના કારણે કાપડનો 40 ટકા વેપાર ઘટયો છે અને કેટલાય વેપારીઓ ખોટ ખાઈ રહ્યા હોવાની ફરિયાદ પણ કરી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદા પૂરા કરવામાં આવ્યા નથી.

You might also like