કારગિલ : હિમસ્ખલનમાં ગુમ જવાનનું શબ 12 ફુટ બરફ નીચેથી મળ્યું

ઉધમપુર : જમ્મુ કાશ્મીરનાં કારગિલ જિલ્લામાં શનિવારે આવેલા તોફાનો બાદ ગુમ જવાનનું શબ મળી આવ્યું છે. વિજય કુમારનાં શબને 12 ફુટ બરફની નીચેથી બહાર કાઢવામાં આવ્યું છે. વિજય કુમારે તમિલનાડુમાં તિરુનેલવેલી જિલ્લાનાં વલ્લારમપુરમ ગામનાં રહેવાસી હતા. તેનાં પરિવારમાં માતા પિતા અને બે નાની બહેનો છે. વિજય કુમારનો અંતમ સંસ્કાર તેમનાં પૈતૃક ગામમાં સંપુર્ણ સન્માન સાથે કરવામાં આવશે.

જમ્મુ કાશ્મીરનાં ઉંચાઇવાળા વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી ભયંકર બર્ફીલા તોફાનોની સંભાવના છે. ઉંચાઇવાળા વિસ્તારમાં હિમસ્ખલનની ચેતવણી બહાર પાડવામાં આવી છે અને લોકોને સલાહ આપવામાં આવી છે કે તે આગામી 48 કલાક સુધી આ વિસ્તારમાં જવાનું ટાળે. ઉલ્લેખનીય છે કે સેનાની એક ચોકી હિમસ્ખલનની ઝપટે ચડી ગયું હતું. ત્યાર બાદ એક જવાન ગુમ થઇ ગયો હતો. એક અધિકારીએ જણાવ્યું કે કારગિલ સેક્ટરમાં 17500 ફૂટની ઉંચાઇ પર આવેલી ચોકી હિમસ્ખલનનો ભોગ બની હતી. ઘટનાસ્થળે જવાબ હાજર હતો અને તે દટાઇ ગયા હતા. એક સૈનિકને સુરક્ષીત બચાવી લેવામાં આવ્યો હતો.

જાણકારી અનુસાર જે સમયે હિમસ્ખલન થયું તે સમયે તે બંન્ને જવાનો સર્વિલાન્સ ડ્યૂટી પર હતા. હવામાન વિભાગનાં આગામી 48 કલાક દરમિયાન અહી જબરજસ્ત હિમસ્ખનલ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેને જોતા સંપુર્ણ વિસ્તારમાં એલર્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. હવામાન વિભાગનાં અનુસાર જમ્મુ કાશ્મીર સહિત હિમાચલ પ્રદેશનાં ઘણા ઉંચા વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઇ રહી છે.

You might also like