મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલાનું તલાવડીમાં ડૂબી જતાં મોત

અમદાવાદ: શહેરના સરખેજ ફતેહવાડી વિસ્તારમાં રહેતી મહિલા આજે સવારે સરખેજ તલાવડી પાસે મોર્નિંગ વોક કરવા નીકળી હતી. દરમિયાનમાં તલાવડીમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. મહિલા કઇ રીતે તળાવમાં પડી તે અંગે અસલાલી પોલીસે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ સરખેજ ફતેહવાડી વિસ્તારમાં સંતોષીનગરમાં રહેતા પારુલબહેન કાર (પ્રજાપતિ) આજે સવારે સરખેજ-ફતેહવાડી પાસે આવેલ તલાવડી પાસે મોર્નિંગ વોક કરવા ગયાં હતાં ત્યારે એકાએક તેઓ તલાવડીમાં પડી જતાં તેઓ ડૂબવા લાગ્યાં હતાં અને તેઓનું મોત નીપજ્યું હતું. આસપાસના હાજર લોકો ત્યાં દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ ૧૦૮ને જાણ કરી હતી. અસલાલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

અસલાલી પોલીસ સ્ટેશનના પોલીસકર્મી મુમતાઝબહેને જણાવ્યું હતું કે પારુલબહેન સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યાં હતાં અને તલાવડીમાં ડૂબી જવાથી તેેઓનું મોત નીપજયું છે. તેઓ કઇ રીતે તલાવડીમાં પડયાં તે અંગેની માહિતી મળી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ પારુલબહેન આકસ્મિક રીતે તલાવડીમાં પડયાં છે કે આત્મહત્યા કરી છે તે દિશામાં પણ તપાસ કરાશે.

home

You might also like