મોર્નિંગ વોકમાં નીકળેલા લોકોએ નદીમાં કૂદેલા વૃદ્ધાને બચાવ્યા

અમદાવાદ: આજે વહેલી સવારે એક વૃદ્ધાએ નદીમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, જોકે વોક-વે પર મોર્નિંગ વોકમાં નીકળેલા લોકોએ વૃદ્ધાને ડૂબતાં બચાવી લીધાં હતાં. ઓઢવ વિસ્તારના આદીનાથમાં રહેતાં ૬પ વર્ષીય વિજયાબહેન મનુભાઇ પરમાર છેલ્લા ઘણા સમયથી કોઇ બીમારીથી પીડાઇ રહ્યાં હતાં. ઘણી દવાઓ કરાવવા છતાં પણ બીમારી ઠીક ન થતાં આજે વહેલી સવારે સરદારબ્રિજ પાસેના રિવરફ્રન્ટના વોક-વે પરથી વિજયાબહેને નદીમાં છલાંગ લગાવી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, પરંતુ વોક-વે પર મોર્નિંગ વોક પર નીકળેલા લોકોએ દુપટ્ટો નદીમાં નાખી તેમને બચાવી લીધાં હતાં. ફાયર બ્રિગેડની ટીમે તેમને બહાર કાઢી સારવારઅર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતાં.
http://sambhaavnews.com/

You might also like