મિનિ વેકેશન હોઈ નર્મદા ડેમ જોવા પ્રવાસીઓનો ભારે ધસારો

રાજપીપળા: હાલ ઈદેમિલાદ, નાતાલ પર્વ તેમજ શનિ રવિ ચાર દિવસ મિનિ વેકેશન હોવાથી નર્મદા ડેમ જોવા પ્રવાસીઓની સંખ્યામાં ભારે ધસારો જોવા મળ્યો હતો. ત્રણ દિવસની રજામાં ૧૫૦૦૦ થી વધુ પ્રવાસીઓ ઉમટી પડયા હતા.જેમાં ૮૦ ટકા પ્રવાસીઓ સ્કૂલ બસના હતા. નર્મદા ડેમ ખઆતે પીઆરઓ એલ. ડી . ધામેલાના જણાવ્યા મુજબ ઈદેમિલાદના દિવસે ૪૩૦૦, નાતાલના દિવસે ૫૫૦૦ તેમજ શનિવારે ૪૪૦૦ જેટલા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.જેમાં સૌથી વધુ પ્રવાસીઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ હતા. ડિસેમ્બર અંતમાં સ્કૂલ પ્રવાસની મૌસમ હોઈ ગુજરાતભરની મોટાભાગની શાળાઓમાં નર્મદા ડેમનો પ્રવાસ પસંદ કરાયો છે. હાલમાં નર્મદા ડેમ ખાતે દરવાજા ગેટ લગાડવાની કામગીરી ચાલતી હોઈ તેમજ ૩ કિલોમીટર દૂર સાધુ ટેકરી પર સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રોજેકટની કામગીરી ચાલતી હોઈ પ્રવાસીઓમાં બંનેનંધ આકર્ષણ વધારે હોવાથી ચાર દિવસના મિની વેકેશનમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડયું છે.

ત્રણ દિવસમાં ૧૫૦૦૦ થી વધુ પ્રવાસીઓ મુલાકાત લીધી હતી. જેમાં ૧૨૦૦૦ થી વધુ પ્રવાસીઓ સ્કૂલ બસના વિદ્યાર્થીઓ હતા. સ્કૂલમાં વેકેશન આપવામાં આવતું હોવા છતાં નિગમને એક લાખથી વધુ રકમની આવક થઈ હતી. હાલ પ્રવાસીઓ નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ પરથી ડેમ જોવા ભારે ધસારો થાય છે.

You might also like