…તો મજા ઉપરાંત આ કારણે પણ કરવું જોઇએ SEX

જો તમને લાગતું હોય કે, સેક્સ માત્ર આનંદ અને ઓર્ગેઝમ માટે હોય છે, તો તમે તમારા સંબંધોમાં ઘણું બધું મિસ કરી રહ્યા છો. સેક્સ તમારી અને તમારા પાર્ટનરની કેમિસ્ટ્રીને વધુ સારી બનાવવાની સાથે સાથે તમને એકબીજાની નજીક લાવે છે. તેનાથી તમારા સંબંધોમાં મીઠાશ વધે છે.

સેક્સ તમને તમારા અલગ અલગ રૂપો ડિસ્કવર કરવામાં મદદ કરે છે. જેમ કે, બની શકે કે તમે દિવસમાં ખૂબ આળસ મહેસૂસ કરી રહ્યા છો, પણ બેડ પર તમે ઘણા એનર્જેટિક છો. એવું પણ બની શકે કે, તમે તમારા જીવનમાં બીજા લોકો પર હાવી થાવ છો, પણ બેડ પર ઇચ્છો છો કે તમારો પાર્ટનર તમારા પર હાવી રહે.

સેક્સની મદદથી તમારા પાર્ટનરની સાથે ઇમોશનલ રીતે વધારે નજીક આવો. સેક્સને માત્ર એક શારીરિક ક્રિયા તરીકે જોવાને બદલે તેમાં એકબીજાના હૃદયના તાર શોધવાની કોશિશ કરો.

સેક્સની મદદથી તમે દિવસભરના થાક દૂર થઇને રિલેક્સ થાઓ છો. આ સમયે તમે તમામ તણાવ અને સમસ્યાઓ ભૂલી જાવો છો.

સેક્સમાં તમે જેટલું ઇચ્છો તેટલું નવી નવી વસ્તુઓ ટ્રાય કરી શકો છો. ભલે તે લૉન્જરી હોય કે પછી પોઝિશન્સ. નવીનતા હંમેશાં તમારી સેક્સલાઇફને મજેદાર બનાવશે.

ઑર્ગેઝમ ચોક્કસ સારા સેક્સની નિશાની છે, પરંતુ તેને સેક્સનો અંતિમ ઉદ્દેશ ન ગણવો જોઇએ. ઘણા લોકો સેક્સની બાકીની બાબતોને એન્જૉય કરવાને બદલે માત્ર ઑર્ગેઝમની રાહ જુએ છે. આવામાં તે લોકો સેક્સનો સંપૂર્ણ આનંદ મેળવી શકતા નથી. ઘણી વાર થાક, કોઈ દવા કે અન્ય કારણોને લીધે ઓર્ગેઝમ થતો નથી. તેનો અર્થ એ નથી કે તમે તેને એન્જૉય કરી રહ્યા નથી. એક ફિઝિકલ એક્ટિવિટી ઉપરાંત ભાવનાત્મક રોમાંચ પણ હોય છે.

You might also like