નોટબંધી બાદ જમા થયેલા 3-4 લાખ કરોડ રૂપિયામાં ટેક્સ ચોરીની શંકા

નવી દિલ્હી: નોટબંધી બાદ બેંકોમાં જમા થયેલી રકમમી તપાસમાં સરકારને આશરે 3 થી 4 લાખ કરોડ રૂપિયાની આવકમાં ટેક્સ ચોરીની જાણકારી મળી છે. આ રકમ નોટબંધી બાદ 500,1000 રૂપિયાની જૂની નોટ જમા કરાવવાના 50 દિવસની સમયમર્યાદામાં જમા કરાવવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઇન્કમ ટેક્સ વિભાગને આ માટે તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે ત્યારબાદ 3-4 લાખ કરોડની સંકાસ્પદ ટેક્સ ચોરી વાળી રકમ જમા કરાવનાર લોકોને નોટીસ મોકલવામાં આવશે.

અધિકારીએ કહ્યું અમારી પાસે ઘણા આંકડા ઉપલબ્ધ છે. એના વિશ્લેષણથી જાણવા મળે છે કે નોટબંધી બાદ 60 લાખથી વધુ બેંક ખાતામાં બે લાખ કરોડથી વધારે રકમ જમા કરાવવામાં આવી છે. એ દરમિયાન કુલ 7.34 લાખ કરોડ રૂપિયાની રકમ બેંકોમાં જમા કરાવવામાં આવી. તેમણે જણાવ્યું કે પૂર્વ રાજ્યોમાં વિવધ બેંક ખાતામાં 10,700 કરોડ રૂપિયાથી વધારે રકમ જમા કરાવવામાં આવી. ઇન્કમ ટેક્સ વિભાગ અને પ્રવર્તન નિદેશાલય સહકારી બેંકોમાં વિવિધ ખાતામાં જમા કરવામાં આવેલી 16,000 કરોડ રૂપિયાથી વધારે રકમની પણ તપાસ કરી રહ્યા છે.

અધિકારીએ જણાવ્યું કે નોટબંધી બાદ 25,000 કરોડ રૂપિયા નિષ્ક્રિય પડેલા બેંક ખાતામાં જમા કરાવવામાં આવ્યા બાકી 8 નવેમ્બર 2016 બાદ 80,000 કરોડ રૂપિયાના દેવાની ચુકવણી કરવામાં આવી. સરકારે આ અમાન્ય નોટોને બેંક ખાતામાં જમા કરાવવા માટે અથવા નવી નોટો સાથે બદલાવવા માટે 30 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો હતો.

આ પહેલા સોમવારે નાણામંત્રી અરુણ જેટલીએ અલગ અલગ ટેક્સની વસૂલાતનો આંકડો રજૂ કર્યો હતો. જેટલીએ જણાવ્યું કે નોટબંધી બાદ માત્ર કસ્ટમ્સ ડ્યૂટીને છોડીને દરેક પ્રકારના ટેક્સ કલેક્શનમાં સારી એવી વૃદ્ધિ થઇ છે.

You might also like