૮૦૦૦થી વધુ કોંગ્રેસીઅે ચૂંટણી લડવા અરજી કરી

લખનૌ: યુપીમાં અત્યાર સુધીમાં ૮,૦૦૦થી વધુ લોકોઅે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની અરજી અાપી છે. ૯૦ ટકાથી વધુ અરજીઅોનું પ્રશાંત કિશોરની ટીમ વેરિફિકેશન કરી ચૂકી છે. એવું જણાવવામાં અાવી રહ્યું છે કે ૮,૦૦૦થી વધુ અરજીઅોમાં મોટી સંખ્યામાં એવા લોકો છે કે જે કોંગ્રેસ સંગઠનમાં પદાધિકારી છે.
પ્રશાંત કિશોરે ધારાસભ્ય માટે ટિકિટની ઇચ્છા રાખનાર તમામ લોકોને એક સેટ ફોર્મેટમાં અરજી કરવાનું કહ્યું હતું, તેમાં તેમણે દરેક અરજદાર માટે શરત રાખી હતી કે તેઅો પોતાની વિધાનસભામાં પડનાર દરેક બૂથ પર એક વ્યક્તિનું નામ અને નંબર અાપે. જે લોકો અા માળખા મુજબ અરજી નહીં કરે તેમની અરજી સ્વીકારવામાં નહીં અાવે. અા શરત પછી પણ અત્યાર સુધીમાં ૮,૦૦૦થી વધુ અરજી પ્રશાંત કિશોરના કાર્યાલયમાં જમા થઈ ચૂકી છે.

You might also like