Ahmedabad: નવરંગપુરા, આંબાવાડી, નારણપુરા સહિતના 165થી વધુ એકમો સીલ

અમદાવાદ: મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જાહેરમાં ગંદકી ફેલાવનારા એકમ વિરુદ્ધ ભારે કડકાઇથી કામ લેવાની જે તે ઝોનના હેલ્થ વિભાગને તાકીદ કરી છે, જેને પગલે ગઇ કાલે દક્ષિણ ઝોન, તો આજે દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન, મધ્ય ઝોન, પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનમાં તંત્રે સપાટો બોલાવ્યો હતો.

પશ્ચિમ ઝોનમાં તો નવરંગપુરાના મ્યુનિસિપલ માર્કેટ, અંકુર ચાર રસ્તા અને આંબાવાડી સર્કલ ખાતે મધરાતે સત્તાવાળાઓ ત્રાટક્યા હતા. આજે સવારે શહેરભરના ૧૬૫થી વધુ એકમને સીલ મરાયાં હતાં.

જાહેર રસ્તા પર કચરો ફેંકનારા એકમોને સીલ મારવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝુંબેશ હેઠળ ગઇ કાલે મધરાતે બાર વાગ્યે પશ્ચિમ ઝોનની હેલ્થ વિભાગની ટીમ નારણપુરા વોર્ડ અને નવરંગપુરા વોર્ડમાં ત્રાટકી હતી. નારણપુરા વોર્ડના અંકુર ચાર રસ્તા પરની એપોલો ફાર્મસી, બિઝી પાન પાર્લર, સત્યમ્ ફૂટવેર, રમી ફૂટલર્સ, નવરંગપુરા વોર્ડમાં આવેલી મ્યુનિસિપલ માર્કેટની હેવમોર આઇસક્રીમ, વાહ ફૂડ તેમજ આંબાવાડી સર્કલની ઓમ બ્રે (ફૂડ), સંઘવી બ્રધર્સ, ફ્રેન્ડ પાન પાર્લરને ગંદકી કરવાના મામલે તાળાં માર્યાં હતાં.

આ એકમો પાસેથી રૂ. ૬૦ હજારનો દંડ વસૂલાયો હતો તેમ પશ્ચિમ ઝોનના હેલ્થ વિભાગના વડા ડો. દક્ષાબહેન મૈત્રક જણાવે છે, જ્યારે ગઇ કાલે બપોરે પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડના અર્બુદા એસ્ટેટના કેબ વૂડ આર્ટ, લક્ષ્મી પ્લાયવૂડ, પાયલ સિલ્વર આર્ટ સહિત ચાર એકમને સીલ કરાયાં હતાં.

જ્યારે દક્ષિણ ઝોનમાં આજે સવારે ગંદકી ફેલાવવાના મામલે મણિનગરમાં પાંચ, બહેરામપુરામાં ચાર, દાણીલીમડામાં આઠ, ઇન્દ્રપુરીમાં અગિયાર, વટવામાં દશ, ઇસનપુરામાં પાંચ, લાંભામાં સાત, ખોખરામાં દશ એકમ સહિત કુલ સાઠ એકમને તંત્રે તાળાં માર્યાં હતાં તેમ આ ઝોનના હેલ્થ વિભાગના વડા ડો. તેજસ શાહ જણાવે છે.

તંત્રે સીલ મારેલાં એકમોમાં ખોખરા સર્કલનું વાડીલાલ પાર્લર, ખોખરા રેલવે ક્રોસિંગ રોડનું નવદુર્ગા ટ્રેડર્સ, ગુજરાત હાઉસિંગ બોર્ડના ટીકટેક પાન પાર્લર, શક્તિ પાન પાર્લર, હાટકેશ્વર મેઇન રોડનું ગુજરાત ફૂટવેર, રોયલ રજવાડી શો રૂમ, આરતી સાડી, ઘૂંઘટ સાડી, પટેલ સિઝનેબલ, મણિનગરમાં ગોરધનવાડી ચાર રસ્તા પરનું સત્કાર પાન પાર્લર, રામબાગનું ગોવિંદ સાઇકલ, મણિનગર બસ સ્ટેન્ડ નજીક દિપલતા જ્વેલર્સ, મણિનગર ચાર રસ્તા પરના હાઇનેટ મોબાઇલ અને જય માડી મોબાઇલ શોપનો સમાવેશ થાય છે.

દરમિયાન હેલ્થ વિભાગના વડા ડો. ભાવિન સોલંકી કહે છે, આ બંને ઝોન ઉપરાંત નવા પશ્ચિમ ઝોનમાં ૬૫ એકમ, મધ્ય ઝોનમાં ૨૨ એકમ અને પૂર્વ ઝોનના એકમ મળીને આજે સવારે ૧૬૫થી વધુ એકમને સીલ મરાયાં હતાં.

divyesh

Recent Posts

રાજપથના બોગસ સભ્યપદ કૌભાંડમાં ફક્ત ક્લાર્ક સામે પોલીસ ફરિયાદ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ રાજ્પથ ક્લબમાં ૩૮ બોગસ મેમ્બરશિપ આપી દેવાના કૌભાંડમાં વસ્ત્રાપુર પોલીસે કલબના ક્લાર્ક હિતેશ દેસાઇ વિરુદ્ધમાં ૧.૬૫ કરોડની…

20 hours ago

CBSE બોર્ડની ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા શરૂ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ સીબીએસઈ દ્વારા આજથી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છે સાથે સાથે ગુજરાત બોર્ડની…

21 hours ago

સ્વાઈન ફ્લૂથી શહેરીજનોને બચાવવા મ્યુનિ. હવે ઉકાળા પીવડાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ઘાતક સ્વાઇન ફ્લૂ સામે નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ…

21 hours ago

પાકિસ્તાને મોટી ભૂલ કરી છે, તેમણે કિંમત ચૂકવવી પડશેઃ નરેન્દ્ર મોદી

(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામામાં ખોફનાક આતંકી હુમલામાં ૩૭ જવાનોની શહાદત બાદ રાષ્ટ્રને સંબોધતાં જણાવ્યું હતું કે…

21 hours ago

ઈન્ટેલિજન્સ એજન્સીઓના એલર્ટને સમજવાની નિષ્ફળતા કે પછી ચૂક?

(એજન્સી) નવી દિલ્હી: પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન જૈશ-એ-મૌહમ્મદના સર્વેસર્વા મસૂદ અઝહરની રાહબરીમાં પુલવામા આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલાથી આખો…

21 hours ago

પુલવામામાં બાદ શોપિયામાં પોલીસ પર આતંકીઓએ ફાયરિંગ કર્યું

(એજન્સી) નવી દિલ્હી: પુલવામામાં અવંતીપુરામાં થયેલા આતંકી હુમલાને થોડાક કલાક થયા અને જમ્મુ-કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે. શોપિયાના…

21 hours ago