સિરિયામાં થયેલા વિસ્ફોટથી ૧૪૦થી વધુ લોકોનાં મોત

દમિશ્ક: સિરિયાનાં હોમ્સ અને દમિશ્ક શહેરમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૧૪૦ લોકોનાં મોત થયાં છે. આ અંગે સરકારી મીડિયા અને તેના પર દેખરેખ રાખતી સંસ્થાઓેઅે આ બાબતને સમર્થન આપ્યું છે.

સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર દમિશ્કના દ‌િક્ષણ શહેર સૈય્યદા જૈનબમાં ઓછામાં ઓછા ચાર વિસ્ફોટ થયા હતા.જેમાં ૮૩ લોકોનાં મોત થયાં છે. આ પહેલા હોમ્સમાં થયેલા કાર વિસ્ફોટમાં ૫૭ લોકો માર્યા ગયા છે. જેમાં મોટાભાગના લોકો સામાન્ય નાગરિક હતા. દરમિયાન પોતાને ચરમપંથી જૂથ ગણાવનારા સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે. બીજી તરફ અમેરિકાના વિદેશ પ્રધાને જણાવ્યું કે સિરિયાઈ ગૃહ યુદ્ધમાં આંશિક વિરામ માટે રશિયા સાથે અસ્થાયી સમજૂતી કરવામાં આવી છે.

આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઈરાક અને લિવેટે આ હુમલા અંગે જવાબદારી લીધી છે. જોકે વિવિધ મીડિયા અહેવાલમાં મરનારા લોકોની સંખ્યાને લઈને હજુ પણ શંકા છે. અેક સત્તાવાર સમાચાર સંસ્થાઅે જણાવ્યું કે સૈય્યદ જૈનિબમાં બે આત્મઘાતી હુમલામાં સૌથી વધુ મોત થયા છે. રવિવારે થયેલા હુમલામાં આઈઅેસે મુસ્લિમ અલ્પસંખ્યક સમુદાયને ટાર્ગેટ બનાવ્યું છે. શિયા મુસલમાનો માટે દમિશ્કને સૈય્યદા જૈનબમાં સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આ વિસ્ફોટમાં ૬૦થી વધુ દુકાનો ઉપરાંત અનેક કારો નાશ પામી છે. હોમ્સમાં આલાવિયો જિલ્લામાં વિસ્ફોટ થયો હતો.આ ઈસ્લામની તે વિચારધારા છે જેનું પાલન રાષ્ટ્રપતિ બશર અલ અસદ કરે છે.

You might also like