નાઇજિરિયામાં ગેસ ટેન્કરમાં ભીષણ આગઃ ૧૦૦થી વધુ ભડથું

અબુજાઃ નાઇજિરિયામાં એક ગેસ ટેન્કરમાં ભયાનક આગ લાગતાં ૧૦૦ લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. અહેવાલો અનુસાર અનામરા રાજ્યના ઔદ્યોગિક શહેર નેવીમાં આ દુર્ઘટના ઘટી હતી.

અહીં એક ઇન્ડસ્ટ્રિયલ ગેસ પ્લાન્ટમાં અચાનક આ લાગતાં ગેસ ભરાવવા આવેલા સેંકડો લોકો તેની લપેટમાં આવી ગયા હતા. છેલ્લી માહિતી અનુસાર પ્લાન્ટ પર આગ બુઝાવી દેવામાં આવી છે અને ત્યાર બાદ સ્થળ ઉપરથી ૧૦૦થી વધુ શબ જોવા મળ્યા છે. આ ઘટનાના એક સાક્ષીના જણાવ્યા અનુસાર એક ટ્રક ગેસ ખાલી કરાવવા માટે ઉતાવળ કરીને કુલિંગની રાહ નહીં જોતાં આ ભયાનક ઘટના બની હતી.

નાતાલ હોવાથી સેંકડો લોકો સિલિન્ડર ભરાવવા આવ્યા હતા અને તેઓ આગની જ્વાળાઓમાં લપેટાઈ જતાં તેમનાં મૃત્યુ થયાં હતાં. સ્થળ ઉપરનાં તમામ ગેસ સિલિન્ડરો રાખમાં ફેરવાઈ ગયાં હતાં. આગ લાગવાથી એટલો જબરદસ્ત બ્લાસ્ટ થયો હતો કે ત્યાંથી પસાર થતા લોકો પણ તેમાં હોમાઈ ગયા હતા.

You might also like