શિયાળાના ટૂંકા દિવસોમાં પત્નીઓ વધુ ગુસ્સે થશે

અામ તો ઠંકડને ખુશનુમા મોસમ કહેવામાં અાવે છે, પણ સ્ત્રીઓમાં શિયાળાના દિવસોમાં ગુસ્સો વધી જાય છે અેવું અમેરિકાની ઈન્ડિયાના યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે. સીઝનની વ્યક્તિના મૂડ અને વર્તન પર સીધી અસર પડે છે અને સ્ત્રીઓમાં ગુસ્સાનું પ્રમાણ પણ વધે છે. અલબત્ત, સ્વભાવમાં અાવું પરિવર્તન પુરુષોમાં નથી થતું. અેનું કારણ એ છે કે શિયાળામાં દિવસ ટૂંકો હોય છે એટલે સૂર્યનો પ્રકાશ ઓછો સમય રહે છે. સ્ત્રીઓમાં એને કારણે મેલેટોનિન હોર્મોન ઓછો ઝરે છે જે એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજિત કરે છે અને વ્યક્તિ વગર કારણે નાકના ટેરવે ગુસ્સો લઈને ફરે છે. રિસર્ચરોએ ઉંદરોમાં અા પ્રયોગ કરીને નોંધ્યું હતું.

You might also like