હવાના પ્રદૂષણના કારણે ભારતમાં ડાયાબિટીસનું જોખમ વધુ

આઉટડોર એર પોલ્યુશન કેટલું છે તે જે તે દેશના રહેવાસીઓ પર ડાયાબિટીસનું જોખમ કેટલું છે એ નક્કી કરે છે. અમેરિકાની લેન્સેટ મેડિકલ જર્નલમાં છપાયેલા અભ્યાસમાં કહેવાયું છે કે ભારતમાં હવાની સ્વચ્છતાનાં જે પરિમાણો છે એ ભારતીયોને ડાયાબિટીસ માટે સંવેદનશીલ બનાવે છે.

હવાના પ્રદૂષણના કારણે સ્વાદુપિંડમાં સોજો આવે છે અને ઇન્સ્યુ‌િલનનું પ્રોડક્શન ઘટી જાય છે. આ હોર્મોનની પૂરતી માત્રા ન હોવાથી લોહીમાં શુગર પડી રહે છે અને બ્લડશુગર લેવલ ઊંચું જાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના નિષ્ણાતોનું કહેવું છે કે એર પોલ્યુશન સાથે સંકળાયેલો ડાયાબિટીસ ભારત જેવા લોઅર ઇન્કમ દેશોમાં ઘણો વધુ જોવા મળે છે.

You might also like