આ વર્ષે સામાન્યથી વધારે વરસાદ પડશે, 15 ટકા વધારે થશે ઉત્પાદન

નવી દિલ્હીઃ વરસાદની રાહ જોઇ રહેલા ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. મોસમ વિભાગ તરફથી મળતી માહિતી મુજબ આ વર્ષે વરસાદ સામાન્યથી વધારે થશે. વિભાગનું કહેવું છે કે સારા વરસાદને કારણે વરસાદ સારો થશે અને ગ્રોથમાં પણ તેજી આવશે. મૈસામ વિભાગ પ્રમાણે આ વર્ષે અલનીનોની અસરને કારણે વરસાદ નબળુ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જોકે હવે તેની અસર ખૂબ જ ઓછી છે.  જેના કારણે સાઉથ  વેસ્ટ મોનસૂન સારૂ થશે.

જોકે 18 એપ્રિલે બહાર પડેલ મોસમ વિભાગના પહેલા અનુમાન પ્રમાણે મોનસુન સામાન્ય રહેવાની આશા છે. વરસાદના નવા અનુમાન પ્રમાણે લોન્ગ પીરિયડ અવરેજ હવે 96 ટકા વધીને 100 ટકા કરી દીધું છે. તમને જણાવી દઇએ લોન્ગ પીરિયડ અવેરજ 96થી 104 ટકા થવું તે સામાન્ય વરસાદ હોવાનું માનવામાં આવે છે. જ્યારે એસપીએના 104થી 110 ટકા હોવાનું સામાન્યથી અધિક મોનસુન માનવામાં આવે છે.

મોસમ વિભાગ તેમનું આગામી અનુમાન જૂનના પ્રથમ સપ્તાહમાં બહાર પાડશે. ગત વર્ષ કરતા વરસાદ સારો થતા ખરીફમાં ધાન અને દાળના પાકનું સારૂ એવું ઉત્પાદન થશે. આ ઉપરાંત રવિ પાકમાં ઘઉંનું ઉત્પાદન પણ સારૂ થશે. સરકારના ચોથા અનુમાન પ્રમાણે આ વર્ષે દાળના ઉત્પાદન 2.2 કરોડ ટન અને ઘઉંનું ઉત્પાદન 9.8 કરોડ હોવાની આશંકા છે. ત્યારે આ વર્ષે એગ્રી પ્રોડક્શનમાં 15 ટકા વધારો થયો છે.

http://sambhaavnews.com/

You might also like