અસ્થમા ધરાવતાં બાળકો પર મેદસ્વિતાનું જોખમ વધુ

શું તમારું સંતાન અસ્થમાને ભોગ બન્યું છે? જો એમ હોય તો કિશોરાવસ્થા સુધીમાં ઓબેસિટીનું જોખમ વધી જાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના રિસર્ચરોનું કહેવું છે કે નાની વયે અસ્થમાનો ભોગ બનેલાં બાળકો એ પછીના એક દાયકા સુધીમાં મેદસ્વી થઈ જાય એવી સંભાવનાઓ ૫૧ ટકા જેટલી હોય છે. અાવું કેમ થાય છે એ બાબતે હજી સંશોધકો વિસ્મયમાં છે. વજન વધવાને કારણે અસ્થમાના અટેકનું જોખમ પણ વધી જાય છે એને કારણે એક વિષચક્ર શરૂ થાય છે અને અસ્થમાની સારવાર અઘરી બને છે. એવું માનવામાં અાવે છે કે અસ્થમા ધરાવતાં બાળકોને શ્વસનતંત્રમાં તકલીફ પડતી હોવાથી તેઓ થોડુંક રમતાં હાંફી જાય છે.

http://sambhaavnews.com/

You might also like