ડાયાબિટીસ હોય તો સ્ત્રીઓ માટે કસરત કરવાનું વધુ મુશ્કેલ

કસરત કરવાથી ટાઇપ-ટુ પ્રકારનો ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે છે, પરંતુ આ સમસ્યા ધરાવતી મહિલાઓ માટે નિયમિત કસરત કરવાનું અન્ય લોકો કરતાં વધુ કઠિન હોય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કોલોરાડોના રિસર્ચરોનું કહેવું છે કે ડાયાબિટીસ ધરાવતી મહિલાઓમાં ફિઝિકલ એક્ટિવિટી રોજની એક કલાક કરતાંય ઓછી હોય એવી શક્યતા વધારે હોય છે. એનું કારણ તેઓ જાતે ઓછું કામ કરવાનું પસંદ કરે છે એ તો હશે જ, પરંતુ તેઓ વધુ કસરત નથી કરી શકતી એ પણ હકીકત છે.

ટાઇપ-ટુ પ્રકારનો ડાયાબિટીસ ધરાવતી મહિલાઓ થોડુંક પણ હેવી કામ કે કસરત કરે તો એનાથી શરીરમાં લેક્ટિક એસિડ વધુ જમા થાય છે. બ્લડ-શુગર વધુ રહેતું હોવાને કારણે આ એસિડ સરળતાથી લોહીમાં જઈને કિડની વાટે ગળાઈ જતો નથી. એને કારણે તેઓ પૂરતી કસરત કરી શકતી નથી.

You might also like