મુરાદાબાદમાં રાવણ દહન બાદ ભાગદોડમાં એકનું મોત

મુરાદાબાદ: મુરાદાબાદ શહેરના સૌથી મોટા અને જૂના રામલીલા મેદાનમાં મંગળવારે વિજયાદશમીના રોજ યોજાયેલા મેળા દરમિયાન ભાગદોડ મચી જતાં સિવિલ ડિફેન્સના એક કાર્યકરનું કચડાઇ જવાથી મોત થયું હતું. જ્યારે આ ભાગદોડ અને અફરાતફરીમાં અડધો ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.

લાઇન પારનાં રામલીલા મેદાનમંા મુરાદાબાદ શહેરનો સૌથી મોટો મેળો યોજાય છે. ૧૦૦ વર્ષથી વધુ જૂના આ મેેળામાં દર વર્ષે દશેરાના દિવસે હજારોની સંખ્યામાં લોકો આવે છે. મંગળવારે રાવણ દહન બાદ તુરત હજારો લોકોએ રાવણના પૂતળાના અસ્થિઓ વીણવા માટે દોડધામ મચાવી દીધી હતી. દરમિયાન અહીં ફરજ પર તહેનાત સિવિલ ડિફેન્સનો એક કાર્યકર બેકાબૂ ભીડના પગ નીચે કચડાઇ ગયો હતો. કચડાવાના કારણે તેનું સ્થળ પર જ મોત થયું હતું.

આ ભાગદોડમાં અડધો ડઝનથી વધુુ લોકો ઘાયલ થયા હતા. યુવાનના મોતના સમાચારથી ભારે અફરાતફરી મચી ગઇ હતી. પોલીસ મૃતક યુવકને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઇ ગઇ  હતી, પરંતુ ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

You might also like