મગનીદાળ અને મૂળાની સબજી આ શિયાળામાં ચોક્કસથી ટ્રાય કરો

સામગ્રી

1/3 કપ મગની દળા

1 કિલો મૂળાના પાંદળા

3 કપ સરસવનું તેલ

1 ડુંગળી (સમારેલી)

2-3 લસણની કડી (સમારેલી)

2 ટામેટા (સમારેલા)

ચપટી હિંગ

½ ચમચી જીરૂ

¼ કપ ચમચી હળદર

2 લીલા મરચા, (જીણા સમારેલા)

¼ લાલ મરચા પાવડર

મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ  મગની દાળને ધોઇને પાણીમાં અડધો કલાક પલાડી લો. મૂળાના પાનને સફા કરીને મોટી મોટી કટ કરી લો. પત્તાને સાફ પાણીથી ધોઇ અને તેને એક કાણાવાળા વાસણમાં નિતરવા માટે મૂકી દો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં હીંગ, જીરૂ, લીલા મરચા, હળદર એડ કરી ચમચાથી હલાવો. હવે તેમાં લસણ અને ડુંગળી એડ કરો. જ્યારે ડુંગળી ચડી જાય તો તેમાં ટામેટાં પલાડેલી દાળ અને મૂળાના પાંદડા એડ કરો મીઠું અને લાલ મરચુ એડ કરી બરોબર મિક્સ કરો. શાકમાં ત્રણથી ચાર મોટી ચમચી પાણી એડ કરીને તેને ઢાંકી દો. વચ્ચે વચ્ચે શાકને ખોલીને ચેક કરતા જાવ. દાળ ચઢી જાય અને શાકમાંથી પાણી દૂર થઇ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો. ગરમા ગરમ પરાઢા અને રોટી સાથે ટ્રાય કરો આ લાજવાબ સબ્જીને હોટલની યાદ આવી જશે.

 

You might also like