મગનીદાળની કુલ્ફી

સામગ્રીઃ

2 ચમચી મગની દાળ

1 લીટર દૂધ

200 ગ્રામ કન્ડેસ્ક મિલ્ક

2 ઇલાયચી

થોડો ખાવાનો પીળો રંગ

2 ચમચી ઘી

½ કપ તડબૂચના બીજ

1 ચમચી કાજુ, બારીક કટ કરેલા

બનાવવાની રીતઃ સૌથી પહેલા મગની દાળને બરોબર ધોઇને 10 મિનટ માટે પલાડીને રાખો. ધીમી આંચ પર તળબૂચના બીજને લાઇટ બ્રાઉન કલરના શેકી લો. ત્યાર બાદ તેને પ્લેટ પર નિકાળીને ઠંડા થવા દો. મગની દાળમાંથી પાણી દૂર કરો. મીડિયમ આંચ પર એક પેનમાં ઘી એડ કરીને ગરમ થવા માટે રાખો. ઘી ગરમ થઇ જાય એટલે તેમાં દાળ એડ કરીને ધીમી આંચ પર થવા દો. હવે એક પેનમાં ધીમી આંચ પર દૂધ ઉકળવા દો. જ્યારે તે ઉકળવા લાગે તો તેમાં દાળની પેસ્ટ, કાજુ અને ખાવાનો કલર મિક્સ કરીને તેને ચઢવા દો. દૂધ ઘટ્ટ થઇ જાય તો તેમાં કંન્ડેસ્ક મિલ્ક એડ કરીને પાંચ મિનિટ સુધી ગેસ પર ચઢવા દો. જ્યારે મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે તેને કુલ્ફી મોલ્ડમાં રાખીને 4-6 કલાક માટે ફ્રિજમાં રાખો. નક્કી સમય બાદ કુલ્ફી ફ્રીજમાંથી બહાર કાઢીને સર્વ કરો.

http://sambhaavnews.com/

You might also like