મૂંગ દાળ પેન કેક

સામગ્રી :

1 કપ મગ ની ફોતરા વાળી દાળ

1/2 કપ કોથમીર

1 લીલી ડુંગળી

2 નંગ સુકા કાંદા

2 લીલા મરચા

મીઠું સ્વાદ અનુસાર

1/2 હિંગ

1 ચમચી  તેલ

રીત : 1 કપ ફોતરા વાળી દાળ 4 કલાક પાણી માં પલાળી , તેમાં અડધો કપ કોથમીર , લીલી ડુંગળી નો ગ્રીન પાર્ટ , બે નંગ સુકી ડુંગળી , બે નંગ લીલા મરચા , નાખી મિક્સર માં ક્રશ કરવી. ત્યાર બાદ ખીરૂ બાઉલ માં કાઢી લેવું . પછી તેમાં મીઠું , હિંગ, બે ચમચી ચોખા નો લોટ નાખવો  અને બે મિનિટ હલાવવું. પછી એક ચમચી તેલ નાખી તવી ગ્રીસ કરવી. હવે ચમચાથી ખીરું પાથરી પેન કેક ઉતારવા .

You might also like