હવે ઘેર બેઠા તૈયાર કરો ટેસ્ટી મગની દાળનાં પકોડા

સામગ્રીઃ
પીળી મગની દાળઃ 1 કપ
સમારેલા લીલા મરચાં: 1 ટી સ્પૂન
આખા ધાણાંનો ભૂક્કોઃ 1 ટી સ્પૂન
ક્રશ કરેલ બ્લેક પેપરકોર્નઃ 1/2 ટી સ્પૂન
મીઠું: સ્વાદ અનુસાર

રીતઃ
સૌ પ્રથમ એક બાઉલ લો. તેની અંદર પીળી મગની દાળ લેવી. હવે તેમાં સમારેલા લીલા મરચાં નાખીને મિક્ષરમાં તેને પીસીને પેસ્ટ બનાવવી. ત્યાર બાદ આ પેસ્ટ બનાવવા માટે તેમાં 2 ચમચી જેટલું પાણી અંદર નાખવું.

હવે તેમાં આખા ધાણાંનો ભુક્કો, ક્રશ કરેલ બ્લેક પેપરકોર્ન અને જરૂરિયાત અનુસાર તેમાં મીઠું નાખીને તેને બરાબર મિક્ષ કરી લેવું. હવે એક તવી લો. તેમાં ઓઇલ ગરમ કરવું અને હાથમાં આ મિશ્રણ લઇને તેમાં ભજીયાની જેમ તેને નાખવું. ત્યાર પછી તે ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી તેને તળવું. હવે તૈયાર છે તમારા મગની દાળનાં પકોડા. જેને એક ડીશમાં સર્વ કરો.

You might also like