ભારતનો આર્થિક વૃદ્ધિદર ૭.પ ટકા રહેશેઃ મૂડીઝ

નવી દિલ્હી: ભારતનો આર્થિક વૃદ્ધિદર ર૦૧૮ અને ર૦૧૯માં ૭.પ ટકા રહેશે. ઓઈલના ઊંચા ભાવ એક પડકાર જરૂર છે, પરંતુ ભારત આવા બાહ્ય દબાણને ખાળવામાં સારી રીતે સક્ષમ છે.

મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસ દ્વારા આ વાત જણાવવામાં આવી છે. નાણાંકીય વર્ષ ર૦૧૮-૧૯ માટે પોતાનો વૈશ્વિક સ્થિતિ અંગેનો અહેવાલ જાહેર કરતાં મૂડીઝે જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી ઊર્જાના ભાવમાં વધારાના કારણે ગ્રોસ કરન્સી હંગામી ધોરણે વધશે, પરંતુ વિકાસની સ્થિતિ ઘણી મજબૂત બનેલી છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે જી-ર૦ના કેટલાય અર્થતંત્રોમાં વૃદ્ધિ થવાની મજબૂત શકયતા રહેલી છે.

મડીઝે ર૦૧૮ માટે જી-ર૦ દેશોના વૃદ્ધિ દર ૩.૩ ટકા અને ર૦૧૯ ૩.૧ ટકા રહેવાનું અનુમાન જાહેર કર્યું છે. મૂડીઝેે જણાવ્યું છે કે એકંદરે આર્થિક સ્થિતિ જોતાં ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર ર૦૧૮ અને ર૦૧૯ બંનેમાં ૭.પ ટકા રહેશે. ભારતનો આર્થિક વૃદ્ધિ દર ર૦૧૮ના પ્રથમ કવાર્ટરમાં ૭.૭ ટકા જોવા મળ્યો હતો. મૂડીઝ અનુસાર ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં મજબૂત ગતિવિધિ જોવા મળી રહી છે અને તેથી ભારતની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.

You might also like