ગુજરાતમાં હવે 23થી 25 જૂન વચ્ચે આવશે વરસાદ: IMD

અમદાવાદ સહિત રાજ્યમાં 8થી 10 જૂન દરમિયાન પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થતાં વરસાદી ઝાપટાથી માંડી હળવા વરસાદની શક્યતા હતી. પરંતુ, હાલમાં વાતાવરણમાં મધ્ય લેવલમાં એન્ટી સાયક્લોન સર્જાતા પ્રિ-મોનસૂન એક્ટિવિટીમાં અવરોધ ઊભો થયો છે, જેથી અમદાવાદ સહિત રાજ્યમાં 23થી 25મી જુન વચ્ચે હળવાથી માડી મધ્યમ વરસાદ પડશે. જો કે, 20 જુન સુધી છુટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલનાં જણાવ્યાં મુજબ, મોનસુન એડવાન્સ હોવાથી 8થી 10મી જુન વચ્ચે અમદાવાદ સહિત રાજ્યમાં પ્રિ-મોનસુન એક્ટિવિટી અને 10થી 12 જુન વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા હતી.

હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે

પરંતુ, વાતાવરણમાં ઉપલા લેવલમાં એન્ટી સાયક્લોન સર્જાતાં હવે અમદાવાદ સહિત રાજ્યમાં 23થી 25 જુન વચ્ચે વરસાદ પડવાની શક્યતા હોવાથી ચોમાસુ અઠવાડિયું મોડું શરુ થશે. જો કે, જુલાઇનાં પ્રથમ પખવાડિયામાં રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. 12થી 16 જુન દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન વચ્ચે વરસાદી ઝાપટા- 12થી 16 જુન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 50થી 60 કિ.મી.ની ઝડપ પવન ફૂંકાશે, તેમજ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. જયારે અમદાવાદમાં પણ 20થી 30 કિ.મી.ની ઝડપે પવન વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે.

23થી 25 જુન વચ્ચે વરસાદની પધરાણી
એન્ટી સાયક્લોનનું જોર 18 જુન પછી ઘટશે, જેથી રાજ્યમાં 18થી 20મી જુન વચ્ચે વરસાદી ઝાપટાથી માડી હળવો-મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. તેમજ 20 જુન પછી ધીમે ધીમે ચોમાસું આગળ વધશે. તેમજ 1થી 15 જુલાઇ વચ્ચે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની વકી છે.

– શનિવારથી રવિવાર સવાર સુધીમાં અમદાવાદમાં વરસાદી છાંટાની શક્યતા
– 12થી 14 જુન વચ્ચે એન્ટી સાયક્લોન સ્ટ્રોંગ બનતાં પ્રિ-મોનસુન એક્ટિવિટીને અસર
– 12થી 16 જુન વચ્ચે રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 50થી 60 કિ.મી.ની ઝડપ સાથે પવન ફૂંકાવાની સાથે વરસાદી ઝાપટા
– 18 જુન પછી એન્ટી સાયક્લોન નબળું પડશે, 20મી જુનથી વરસાદી ઝાપટાથી હળવો વરસાદ
– 1થી 15 જુલાઇ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા

You might also like