હવામાન વિભાગની આગાહી, 7 જૂનથી કેરળમાં ચોમાસાનો પ્રારંભ

ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી પ્રમાણે ચોમાસની શરૂઆતમાં થોડો વિલંબ થશે. દક્ષિણ-પશ્ચિમ મોનસૂન 7 જૂને કેરલમાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવવાની તારીખ 4 દિવસ આગળ અથવા પાછળ થઇ શકે છે. કેરળમાં વરસાદની પડયા બાદ ભારતમાં ચોસામાનો પ્રારંભ થાય છે. ઉલ્લેખનીય છે કે કેરળમાં ચોમાસાની શરૂઆથ 1 જુનની આસપાસ થતી હોય છે. આ અગાઉ IMDની આગાહી મુજબ દક્ષિણ-પશ્ચિમ મોનસૂન 8 જૂન સુધીમાં ઓડિશાના તટીય વિસ્તારમાં પહોચશે તેમ જણાવ્યું હતું.

કેરળમાં મોનસૂન 3 જૂનથી 11 જૂનની વચ્ચે બેસશે. કેરળમાં ચોમાસુ 1 જૂન સુધીમાં બેસી જતું હોય છે. ચોમાસા અંગેના પવન વિષે વાત કરીએ તો બંગાળની ખાડીમાં પવને તેજી પકડી છે. અંદામાન નિકોબારમાં ચોમાસું સામાન્ય રીતે 20 મે સુધીમાં પહોંચે છે. શ્રીલંકાની પાસે બંગાળની ખાડીમાં વરસાદી વાદળો બની રહ્યા છે. ચક્રવાત સેન્ટરના ડાયરેકટરના અનુસાર આગામી બે દિવસમાં વેધર સિસ્ટમ ઝડપથી ડીપ ડિપ્રેશનમાં બદલાઇ જશે. 17 તારીખ સુધીમાં આ ડીપ ડીપ્રેશન તામિલનાડુ સુધી પહોંચે તેવી આંશકા જણાવવામાં આવી રહી છે.

આ વેધર સિસ્ટમના કારણે અંદામાન નિકોબારમાં મોનસૂન 17 તારીખ સુધીમાં પહોંચે તેવી શક્યતા છે. અંદામાન-નિકોબારમાં ચોમાસું ત્રણ દિવસ પહેલા પહોંચે છે. કેરળના ચોમાસાને અંદામાન-નિકોબારના ચોમાસા સાથે કોઇ સંબંધ નથી. ઘણી વખત એવું જોવા મળે છે કે અંદામાન-નિકોબારમાં ચોમાસું બેસી જાય છે જ્યારે કેરલમાં ચોમાસું થોડુ મોડુ બેસે છે. આ વખતે હવામાન વિભાગની આગાહી મુજબ સામાન્ય કરતાં 106 ટકા વધારે વરસાદ પડશે.

હવામાન વિભાગ દ્વારા કરાયેલ ગત પાંચ વર્ષની ચોમાસાની આગાહી અને અનુમાનની તારીખ
વર્ષ            ચોમાસાનો             હવામાન વિભાગની
પ્રારંભ                    તારીખ
2011          29 મે                      31 મે
2012         5 જૂન                      1 જૂન
2013          1 જૂન                     3 જૂન
2014         6 જૂન                     5 જૂન
2015         5 જૂન                      30 મે

You might also like